For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAGનો નવો ખુલાસોઃ હવે ખેડુત દેવું માફી સ્કીમમાં ગોટાળો

|
Google Oneindia Gujarati News

farm
નવી દિલ્હી, 5 માર્ચઃ કેગે કહ્યું છે કે સરકારના ખેડુત દેવું માફ સ્કીમમાં મોટી માત્રામાં ગોટાળો કરવામાં આવ્યો છે અને તેના 22 ટકા મામલા ખોટા છે. કેગે આ અહેવાલ મંગળવારે સંસદમાં રજૂ કર્યો છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2011થી માર્ચ 2012માં સરકારી સ્કીમ અંતર્ગત જે 90 હજાર મામલાઓમાં દેવું માફ દર્શાવવામાં આવી છે તેમાંથી લગભગ 20 હજાર મામલા ખોટા છે.

સમાચાર એજન્સીઓએ એહવાલના હવાલાથી જણાવ્યું છે કે આ ખોટા મામલામાં જે ઘનને ખેડુતોનું દેવું તરીકે દર્શાવવામાં આવ્યા છે, તે બેન્કના અધિકારીઓ ચાઉં કરી ગયા છે. માફ કરવામાં આવેલા 34 ટકા ખેડુતોને દેવું માફ કરી દેવામાં આવ્યું હોવાના સર્ટીફિકેટ આપવામાં આવ્યા નથી.

તાજેતરમાં જ્યારે પણ કેગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેનાથી મનમોહન સિંહ સરકાર મુશ્કેલીઓમાં મુકાતી આવી છે. 2જી સ્પેક્ટ્રમની હરાજીમાં થયેલા ગોટાળાનો મામલો પણ કેગના અહેવાલના કારણે સામે આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીની ઘણી બદનામી થઇ હતી.

આ અહેવાલ બાદ એ રાજાને જેલની હવા ખાવી પડી હતી. એટલું જ નહીં ત્યારબાદ કેગના જ અહેવાલથી કોલસા ખાણોની ફાળવણીમાં થયેલો ગોટાળો પણ દેશ સમક્ષ આવ્યો હતો અને તેના કારણે દેશની તીજોરીને મસમોટું નુક્સાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

English summary
The CAG on Tuesday tabled in Parliament the report on UPA's farm loan waiver scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X