For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ્પા કોલા : BMCએ વીજળી, પાણી, ગેસના જોડાણો કાપવાનું શરૂ કર્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 જૂન : કેમ્પા કોલા સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ગયા અઠવાડિયાની નિષ્ફળતા બાદ આજે મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી - BMC)ને આજે સફળતા મળી છે.

દક્ષિણ મુંબઈમાં આવેલા કેમ્પા કોલા સોસાયટીના ગેરકાયદેસરના ફ્લેટ પર બીએમસીની ટીમ આજે કાર્યવાહી કરવા પહોંચી ત્યારે સોસાયટીના રહીશોએ તેમને પ્રવેશ આપ્યો હતો.આથી બીએમસીના અધિકારીઓએ ગેરકાયદેસર 102 ફ્લેટમાં પાણી અને વીજળીના કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી છે.

આ પહેલા મુંબઈ મહાનગર પાલિકાએ સ્થાનિક રહીશો સામે કાર્યવાહી અટકાવવા મુદ્દે પોલીસ ફરીયાદ કરી હતી. સતત ત્રણ દિવસ સુધી બીએમસીએ ગેટમાં પ્રવેશવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન ગઈકાલે સાજે સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ સિંહના ઘરે તેમને મળ્યું હતું.

campa-cola-6

મુખ્યપ્રધાન ચવાણે રહીશોને રિડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત પુનર્વસનની બહેંધરી આપતા કેમ્પા કોલાના રહીશોએ બીએમસીની કાર્યવાહીમાં સહયોગ આપવા માટેની તૈયારી દર્શાવી હતી.

આ પૂર્વે બીએમસીની ટીમ ડેપ્યૂટી કમિશ્નર આનંદ વાઘરાળકરના નેતૃત્વમાં રવિવારે કેમ્પ કોલા પહોંચી હતી અને બળપૂર્વક ગેટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક મહિલાને ચક્કર આવતા તેને તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવી. જે બાદ ડેપ્યૂટી કમિશ્નરે સ્થાનિક લોકોને સમજાવ્યા કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે કાર્યવાહી કરી આવશ્યક છે.

નોંધનીય છે કે વર્ષ 1981થી 1989 વચ્ચે કેમ્પા કોલા સોસાયટીમાં 7 હાઇ રાઇઝ બ્લોક્સ બાંધવામાં આવ્યા હતા. તે સમયે બિલ્ડર્સને માત્ર 5 માળ બાંધવાની મંજુરી આપવામાં આવી હતી. આમ છતાં બિલ્ડરે ગેરકાયદેસર વધારે માળ બાંધ્યા હતા. ત્યાર બાદ સૌપ્રથમવાર વર્ષ 2000માં આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

English summary
Campa Cola : BMC begin power, water and gas cut off at illegal flats in society.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X