For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રઇસ'નું પ્રમોશન શાહરૂખને પડ્યું ભારે, કેસ દાખલ

શાહરૂખ ખાને ફિલ્મ 'રઇસ'ના પ્રમોશન માટે અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં મુંબઇથી દિલ્હી સુધી ટ્રેનની યાત્રા કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાન માટે નવી મુસીબત ઊભી થઇ ગઇ છે, તેમની ઉપર રેલવે ની સંપત્તિનું નુકસાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે, જે હેઠળ તેમની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ રઇસ સાથે હવે વધુ એક વિવાદ જોડાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખે આ ફિલ્મના પ્રમોશન માટે રેલવે યાત્રા કરી હતી, ત્યારે પણ ઘણા લોકોએ પ્રમોશન સ્ટ્રેટેજીની ટીકા કરી હતી. આખો મામલો જાણો અહીં..

વડોદરા સ્ટેશન પર એક યુવકની મોત

વડોદરા સ્ટેશન પર એક યુવકની મોત

રઇસના પ્રમોશન માટે શાહરૂખે કરેલી રેલ યાત્રા તેમને ભારે પડી છે. મુંબઇથી દિલ્હી દરમિયાનની યાત્રામાં ઘણા રેલવે સ્ટેશનો પર ખૂબ ધમાલ થઇ હતી. જે સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતી ત્યાં લોકો શાહરૂખને જોવા માટે ખૂબ આતુર જોવા મળ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર આ કારણે લોકોમાં ભાગદોડ થઇ જતાં ફરીદ ખાન નામના એક વ્યકિતનું મૃત્યુ પણ થયું હતું.

રેલવેની સંપત્તિનું નુકસાન કરવાનો આરોપ

રેલવેની સંપત્તિનું નુકસાન કરવાનો આરોપ

જો કે, શાહરૂખ ખાન પર કરવામાં આવેલો આ કેસ કોઇ વ્યક્તિના મૃત્યુને કારણે નહીં પરંતુ રેલવેની સંપત્તિનું નુકસાન કરવા માટે કરવામાં આવ્યો છે. રાજસ્થાનના જીઆરપી થાણા ખાતે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. એક વેંડરની ફરિયાદના આધારે શાહરૂખ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઇથી દિલ્હીની રેલ યાત્રા

મુંબઇથી દિલ્હીની રેલ યાત્રા

શાહરૂખ ખાને ફિલ્મ રઇસના પ્રમોશન માટે અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં મુંબઇથી દિલ્હીની યાત્રા કરી હતી, આ દરમિયાન રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પર લગભગ 10 મિનિટ ટ્રેન થોભી હતી. શાહરૂખ પોતાના કોચમાંથી ફુગ્ગા, બોલ અને અન્ય વસ્તુઓ પોતાના પ્રશંસકો તરફ ફેંકી રહ્યા હતા.

પોલીસનો લાઠી ચાર્જ

પોલીસનો લાઠી ચાર્જ

તે સમયે રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ હતી, જેના કારણે ભાગદોડ મચી હતી. આ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ભાગદોડમાં પ્લેટફોર્મ પરની એક ફૂડ ટ્રોલી અડફેટે ચડતાં, એ ટ્રોલીમાં મુકેલો બધો સામાન ખરાબ થઇ ગયો હતો. ટ્રોલી ચલાવનાર વિરેન્દ્રને ખૂબ મુકસાન થયું હતું અને આ કારણે જ તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આઇપીસીની કલમ 427, 120(બી), 147, 149 અને 160

આઇપીસીની કલમ 427, 120(બી), 147, 149 અને 160

શાહરૂખ ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ 427, 120(બી), 147, 149 અને 160 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ જીઆરપી એ આ અંગે તપાસ શરૂ કરી છે.

અહીં વાંચો

અહીં વાંચો

આ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશનઆ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન

English summary
Bollywood star Shah Rukh Khan has been booked for allegedly rioting and damaging railway property during the promotion of his film Raees at Kota Railway station, a Government Railway Police official said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X