For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂતપૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમના ઘર સહિત 16 જગ્યાએ CBIની રેડ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઇ છે. ચિદમ્બરમ અને તેમના પુત્ર સાથે સંબંધિત 16 સ્થળોએ સીબીઆઇ એ છાપા માર્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યૂપીએ સરકારમાં નાણાં મંત્રી રહી ચૂકેલ પી. ચિદમ્બરમ તથા તેમના દિકરા કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઇ ખાતે આવેલ નિવાસ સ્થાને સીબીઆઇ એ છાપો માર્યો છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર સીબીઆઇની ટીમે મંગળવારે સવારે 7 વાગ્યે ચિદમ્બરમ સંબંધિત 16 અલગ-અલગ સ્થળોએ છાપા માર્યા છે. જો કે, હજુ સુધી આ અંગે કોઇ અધિકૃત જાણકારી મળી નથી.

chidambaram

સૂત્રો અનુસાર, યૂપીએ સરકાર વખતે એક મીડિયા સમૂહને વિદેશી રોકાણના મામલે અનુમતિ અપાવવાના કેસના સંદર્ભમાં આ છાપા મારવામાં આવ્યા છે. સોમવારે સીબીઆઇ એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી. આ મામલે ચિદમ્બરમના દિકરા કાર્તિ પર આરોપ છે કે, તેણે અનુમતિ અપાવવાના બદલામાં લાંચ લીધી હતી.

સીબીઆઇની ટીમે ચિદમ્બરમ તથા કાર્તિ સાથે સંબંધિત 16 સ્થાનોએ છાપા માર્યા છે. મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ અને ચેન્નાઇમાં સ્થિત કાર્તિ ચિદમ્બરમના ઘરે છાપા મારવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા કે.આર.રામાસામીએ છાપામારીની આ કાર્યવાહી અંગે કહ્યું કે, ચિદમ્બરમે કંઇ ખોટું કર્યું નથી. આ છાપાઓ રાજકારણીય ષડયંત્ર છે, બીજું કંઇ નહીં.

{promotion-urls}

English summary
CBI raid at former union minister P Chidambarams residence in Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X