For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું આધાર વૈકલ્પિક નહીં અનિવાર્ય છે

આધાર કાર્ડને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થઇ વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી આધાર કાર્ડ સંબંધિત વિજ્ઞાપનમાં કહેવામાં આવતું હતું કે આધાર કાર્ડ વૈકલ્પિક છે અનિવાર્ય નહીં. પણ હવે સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકારે જવાબ આપતા જણાવ્યું છે કે આધાર કાર્ડ વૈકલ્પિક નહીં પણ અનિવાર્ય છે. કેન્દ્ર સરકારે તેમ પણ કહ્યું કે આધાર કાર્ડને કોઇ પણ યોજના સાથે લાગુ કરી શકાય છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આધાર અધિનિયમની ધારા 7માં સ્પષ્ટ રીતે કહ્યું છે કે આધાર વિભિન્ન કાર્યો માટે અનિવાર્ય છે. પણ યાચિકાકર્તા આ વાતને સમજી નથી રહ્યા.

aadhar

કેન્દ્રની તરફથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયલયમાં જે દલીલ આપવામાં આવી છે તેમાં આધાર કાર્ડને ઓળખ સંબંધ છેતરપીંડીથી બચવા માટેનો આધુનિક પ્રયાસ કહેવામાં આવ્યો છે. આધાર કાર્ડમાં ફિંગર પ્રિંટ સમેત રેટિનાની ઓળખ પણ આપવામાં આવે છે. અને ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવશે. આ દ્વારા દેશભરના 113.7 કરોડ લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે.

Read also: 1 જુલાઇ સુધી આ કામ નહીં કરો, તો પાનકાર્ડ થશે ગેરકાનૂની?Read also: 1 જુલાઇ સુધી આ કામ નહીં કરો, તો પાનકાર્ડ થશે ગેરકાનૂની?

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે દેશભરમાં 29 કરોડો લોકો પાસે પાનકાર્ડ છે. જેમાં ખાલી 5 કરોડ લોકો કરદાતા છે. 24 કરોડ લોકો તેવા છે જેમણે પાનકાર્ડ ખાલી તે માટે નીકાળ્યું છે કે તે તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરી શકે. પાનકાર્ડમાં લોકોનું નામ, ફોટો, જન્મ તારીફ હોય છે. પાનકાર્ડ માટે રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા અન્ય ઓળખ પત્રની જરૂર હોય છે જે નકલી પણ હોઇ શકે છે. નોંધનીય છે કે કે આયકર રિટર્ન ભરવા માટે આધાર જરૂરી છે. આ અંગે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. ત્યારે કોર્ટમાં ચાલતી સુનવણી દરમિયાન ઉપરોક્ત માહિતી કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં આવી હતી.

English summary
Center tells supreme court Aadhar is not voluntary but mandatory. Read more on this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X