For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નાઇ ઓઇલ સ્પિલની ભયાવકતા: એન્નોર પોર્ટ સાફ કરતાં લાગશે 10 દિવસ

ચેન્નાઇ એરપોર્ટ પાસે આવેલા એન્નોર બંદર બે પેટ્રોલિયમ જહાજની ટક્કર થતાં દરિયામાં તેલ ફેલાઇ ગયું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ એરપોર્ટ પાસે આવેલા એન્નોર બંદર બે પેટ્રોલિયમ જહાજની ટક્કર થઇ હતી અને આ ટક્કરના પાંચ દિવસ બાદ પણ તેલ ગળવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ઘટનાના પાંચ દિવસો બાદ પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડી છે. ચેન્નાઇ રાજ્યના વિપક્ષ(ડીએમકે) તરફથી રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર પર આ મામલે બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

chennai oil spill

28 જાન્યુઆરી, 2017ની સવારે લગભગ 4 વાગે એન્નોર બંદર પર બે જહાજોની ટક્કર થઇ હતી, જેને કારણે સમુદ્રમાં તેલ ગળવા માંડ્યુ હતું અને 29 જાન્યુઆરીની સવાર સુધીમાં આ તેલ મરિના અને વસંત નગર સુધી પહોંચી ગયું હતું. કોસ્ટ ગાર્ડનું કહેવું છે કે, 200 લીટર જેટલું કાચું તેલ 1500 સ્કવેર મીટર સુધી સીમિત રાખવામાં આવ્યું છે. ઉત્તર ચેન્નાઇમાં ફેલાયેલું 90 ટકા જેટલું તેલ સાફ થઇ ગયું છે, પરંતુ એન્નોર બંદર પર ફેલાયેલું તેલ સાફ કરતાં 10 થી 12 દિવસ લાગી શકે છે.

અહીં વાંચો - નોટબંધીના પોણા ચાર માસ, ગ્રામીણ બેંકોની હાલત સૌથી કફોડીઅહીં વાંચો - નોટબંધીના પોણા ચાર માસ, ગ્રામીણ બેંકોની હાલત સૌથી કફોડી

છેલ્લા પાંચ દિવસોથી કોસ્ટ ગાર્ડ, વિદ્યાર્થીઓ અને માછીમારો તેલની સફાઇ કરવાના કામમાં જોતરાયેલા છે. કેટલાર સ્વયંસેવકો પણ આ કામમાં મદદ કરી રહ્યાં છએ, જો કે આમાં તેમની સુરક્ષા પણ જોખમમાં મુકાઇ શકે છે. દરિયામાંથી તેલની સફાઇ માટે બે પંપ પણ મુકવામાં આવ્યા છે, પરંતુ તે વધુ મદદગાર સાબિત નથી થઇ રહ્યાં.
જો ક, સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આી છે. જિલ્લા કલેક્ટર સુંદરાવલ્લીએ જણાવ્યું કે, આ કામમાં હાલ 1025 લોકો કાર્યરત છે અને સાંજ સુધીમાં 25 મિટ્રિક ટન તેલ સાફ થઇ જશે.

English summary
Days after the toxic oil spill in Ennore port in Chennai, the coastguards involved in the clean-up believe that it may take up to 12 days to clear...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X