For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાઇનાના ઝિયોમી સ્માર્ટફોનથી ઇન્ડિયન એર ફોર્સને ખતરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર : ભારતમાં મીનિટો નહીં સેકંડોમાં વેચાઇ જનારા ચીનની કંપની ઝિયોમીના સ્માર્ટફોન ભલે ગ્રાહકો માટે મજેદાર હોય પરંતુ ભારતીય લશ્કર માટે માથાનો દુ:ખાવો છે. ઝિયોમીના સ્માર્ટફોનથી ભારતીય હવાઇ દળ (ઇન્ડિયન એર ફોર્સ) માટે સુરક્ષા સામે જોખમ ઉભું થયું છે.

smartphone

આ અંગે ભારતીય હવાઇ દળે જણાવ્યું છે કે ઝિયોમી સ્માર્ટફોન યુઝર ડેટાને ચીનના સર્વરમાં મોકલે છે. આ અંગેના અનેક આરોપો તેના પર લગાવવામાં આવ્યા છે. આ કારણે તેની મદદથી ચીન જાસૂસી કરી શકે છે. આ કારણે ઝિયોમી સ્માર્ટફોન દેશની સુરક્ષા સામે જોખમ હોવાથી ભારતીય હવાઇ દળે એક સંદેશો પાઠવીને તેના અધિકારીઓને ઝિયોમી સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે.

આ અંગે ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા એક અહેવાલ અનુસાર આ એલર્ટની રેટિંગ મીડિયમ છે, જેને ગંભીર માનવામાં આવે છે. ઝિયોમી પર તાઇવાનમાં પણ આવા જ આરોપો લગાવવામાં આવ્યા છે જેના પર તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ તાઇવાન સરકાર તેના પર બેન લગાવી શકે છે.

ભારતીય વાયુ સેનાએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે 'અગ્રણી સિક્યુરિટી સોલ્યુશન કંપની એફ સિક્યોરે તાજેતરમાં ઝિયોમી રેડમી 1S પર ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં જાણવા મળ્યું કે આ ફોન ટેલિકોમ કંપનીનું નામ, ફોન નંબર, IMEI નંબર, કોન્ટેક્ટ્સ અને મેસેજને પેઇજિંગ મોકલે છે.'

આ નોંધમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 'હોંગ કોંગના એક યુઝરે જણાવ્યું છે કે રેડમી નોટ સ્માર્ટફોન ચીનના એક આઇપી એડ્રેસ સાથે આપોઆપ કનેક્ટ થઇ જાય છે અને તેને મેસેજીસ, ફોટોગ્રાફ્સ મોકલે છે.'

ચીનની સરકાર પર આરોપો લગાવતા કહેવામાં આવ્યું છે કે 'ફોનઅરેનાની એક રિપોર્ટ અનુસાર 42.62.48.0- 42.62.48.255ની વચ્ચે આવનારી કંપનીની વેબસાઇટવાળા આઇપી એડ્રેસની માલિક www.cnnic.cn છે. CNNIC ચીનમાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ઇન્ડસ્ટ્રી અંતર્ગત ઇન્ટરનેટ સંબંધિત બાબતો સંભાળે છે.'

English summary
Chinese company Xiaomi's smartphones are security threat for Indian Air Force.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X