For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ પંપો રાત્રે 8 વાગે બંધ કરી દેવાનો વિચાર PMOએ ફગાવ્યો

|
Google Oneindia Gujarati News

veerappa-moily
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : દેશના અર્થતંત્રની કથળતી સ્થિતિને પગલે કરકસરના પગલાંરૂપે પેટ્રોલ પંપો રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાની દરખાસ્તની આકરી ટીકા થતા સરકારે આ દરખાસ્ત ફગાવી દીધી હોવાની માહિતી વડાપ્રધાન કાર્યાલય (પીએમ ઓફિસ)ના સૂત્રોએ આપી છે.

આ વિવાદાસ્પદ દરખાસ્ત અંગે પીએમઓના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ પંપો રાત્રે આઠ વાગ્યા પછી બંધ રાખવા જેવા નિયંત્રણની દરખાસ્તથી અર્થતંત્રને જ નુકસાન થવાની સંભાવના વધતી હોવાથી દરખાસ્તને નકારી દેવામાં આવી છે.

રવિવારે પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીની આવી ઘોષણા બાદ રાજકીય સ્તરે અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ઉભી થઇ હતી. જેના પગલે આજે એક નિવેદન આપતા વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે "પેટ્રોલ પંપને રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાનો વિચાર સરકારનો નહીં પણ લોકોમાંથી આવ્યો હતો."

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે સંસદમાં આપેલા એક નિવેદનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે "દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે દેશે પેટ્રોલિયમ પદાર્થોના વપરાશમાં કરકસર કરવી પડશે."

English summary
Closing petrol pumps at 8 pm idea rejected by Prime Minister Office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X