For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPના મનોહર પર્રિકરે કહ્યું બીફની ખોટ નહીં પડવા દઇએ!

સી.એમ મનોહર પર્રિકરે કહ્યું, કે ગોવામાં બીફની ઘટ નહી થવા દઈએ.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી જ્યાં ગૌરક્ષાની વાતો કરી રહ્યા છે. જ્યાં સમગ્ર ભારતના બીજેપી નેતાઓ ગૌરક્ષાના નામે પોતાના રોકડા વટાવી રહી છે ત્યાં જ બીજેપીના ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે બીફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગોવાની જનતાને આશ્વાસન આપ્યું છે કે તેમની સરકારના કાર્યકાળમાં બીફની અછત નહીં પડવા દઇએ. એટલું જ નહીં પર્રિકરે આ નિવેદન મંગળવારે વિધાનસભામાં આપ્યું હતું. તેમણે સદનમાં કહ્યું કર્ણાટકથી બીફ આવે છે અને આવતું રહેશે તેમાં કંઇ ઘટાડો નહીં થાય. અને કહ્યું બીજા રાજ્યોથી પણ બીફ આવશે.

MANOHAR PARRIKAR

સદનમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયકના જવાબમાં પર્રિકરે કહ્યું કે ગોવાના એક કતલખાનામાં રોજનું લગભગ 2 હજાર કિલોગ્રામ બીફ બને છે. બીફનું સંકટ ના થાય તે માટે પડોશી રાજ્યોથી પણ બીફ ખરીદવામાં આવશે. અને બહારથી આવેલા બીફની તપાસ પણ થશે. ત્યારે પર્રિકરના આ નિવેદન પછી કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ પર્રિકરના નિવેદન પર મજાક ઉડાવતા કહ્યું કે "ગોવામાં ભાજપના મુખ્યમંત્રી રાજ્યમાં ગૌમાંસની અછત નહીં થવા દે તેવું કહી રહ્યા છે ખરેખરમાં આ વ્યંગાત્મક છે." ઉલ્લેખનીય છે કે આ પછી સોશ્યલ મીડિયા પર અને વિપક્ષના અન્ય નેતાઓ દ્વારા પણ પર્રિકરના આ નિવેદન પર ટિપ્પણી કરવામાં આવી હતી.

English summary
CM Manohar Parrikar said Will ensure there is no shortage of beef in Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X