For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર બાદ મુંબઇમાં ટ્રેન દુર્ઘટના, 5 કોચ ખડી પડ્યા

ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયેલ ટ્રેન દુર્ઘટના બાદ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પણ ટ્રેન પાટા પરથી ખડી પડી. જો કે કોઇ પણ પ્રકારના જાનમાલની હાનિના સમાચાર નથી...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

મુંબઇની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેન આજે પાટા પરથી ખડી પડી. દુર્ઘટના કલ્યાણ-કરજાત રુટ પર બની. કુર્લા-અંબરનાથી લોકલ ટ્રેનના 5 કોચ પાટા પરથી ખડી પડ્યા. આ દરમિયાન કલ્યાણ-કરજાત રુટ પર સેવાઓ બંધ કરી દેવાઇ હતી. પરંતુ થોડી વાર બાદ રુટ પર સેવા ફરીથી ચાલુ કરી દેવામાં આવી. આ દુર્ઘટનામાં જાનમાલની હાનિના કોઇ સમાચાર નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટનાને કારણે સીએસટી પૂણે ડેક્કન ક્વીન અને સીએસટી-પૂણે ઇંટરસિટી એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી છે. સાથે જ મધ્ય રેલવે એ સ્થાનિક મ્યૂનિસિપલ કોર્પોરેશને આગ્રહ કર્યો છે કે કલ્યાણ અંબરનાથ રોડ પર વધુ બસો ચલાવવામાં આવે.

accident

ઉલ્લેખનીય છે કે બુધવારે જ ઉત્તરપ્રદેશના કાનપુરમાં સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડ્યા હતા જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. કાનપુરમાં આ બીજી દુર્ઘટના હતી. કાનપુરના દેહાત રુરા સ્ટ્રેશન પાસે ટ્રેનના 15 કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવેના જણાવ્યા મુજબ કુલ 15 ડબ્બા હતા જેમાં 13 સ્લીપર ક્લાસના હતા. ઘટના પર રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ કે આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.

English summary
Coaches of Kurla-Ambarnath local train derails near Mumbai, Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X