For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બ્લેક મનીને વ્હાઇટ કરી રહી છે દેશની ટોપ 3 પ્રાઇવેટ બેન્ક'

|
Google Oneindia Gujarati News

black money
નવી દિલ્હી, 14 માર્ચ: ખોજી પત્રકારત્વ ક્ષેત્રે જાણીતું કોબરા પોસ્ટે આજે ખુલાસો કર્યો છે કે દેશની ટોપ 3 પ્રાઇવેટ બેન્કો બ્લેક મનીને વ્હાઇટ મનીમાં ફેરવવાનું ખુલ્લેઆમ કામ કરી રહી છે. કોબરા પોસ્ટે દાવો કર્યો છે કે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેન્ક પોતાની શાખાઓમાં કાળા નાણાને પોતાની રોકાણ યોજનાઓમાં ખપાવે છે અને તેનું કાયદેસરનું એકાઉન્ટ ખોલે છે.

કોબરા પોસ્ટના અનિરુધ્ધ બહલે જણાવ્યું કે સ્ટિંગ દરમિયાન તેમના અંડરકવર રિપોર્ટરોએ એક કાલ્પનિક નેતાનો એજેન્ટ બનીને આ બેન્કોના અધિકારીઓ સાથે વાતચીત કરી તો તેઓ બેન્કોના નિયમોને નેવે મૂકીને બધી બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે તૈયાર થઇ ગયા. ખાસ વાત એ છે કે આવું કરનાર ગ્રાહકો પાસે કેવાઇસી અને પેન પણ માગવામાં નથી આવતો. આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ પણ આવો જ આરોપ એચએસબીસી બેન્ક પર લગાવી ચૂક્યા છે, પરંતુ તેની સામે કોઇ તપાસ કરવામાં આવી નથી.

આ બેન્કો દ્વારા ચલાવવામાં આવતા મની લોન્ડ્રીંગ રેકેટને કોબરા પોસ્ટે કલાકોના વીડિયો ફૂટેજમાં કેદ કર્યું છે. કોબરા પોસ્ટનું કહેવું છે કે તેમની પાસે સ્પષ્ટ, મજબૂત અજોડ પુરાવા છે. આની વચ્ચે ખુલાસા બાદ આઇસીઆઇસીઆઇ બેન્કે મીડિયા રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરી છે, અને એક તપાસ સમિતિ બેસાડી દીધી છે જે બે અઠવાડીયામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. આ ઉપરાંત એચડીએફસી બેન્કે પણ આરોપોની તપાસ કરાવવાનું જણાવ્યું છે.

કોબરા પોસ્ટની ટીમને સ્ટિંગ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યુ કે આ બેન્કો કોઇપણ ભય વગર બધા નિયમો તોડીને મની લોન્ડ્રીંગનો ગોરખધંધો કરી રહ્યા છે. તેમને ગેરકાનૂની રીતે કમાવવામાં આવેલી આવકને જમા કરાવવા માટેની તરકીબ બતાવવામાં આવી.

કોબરા પોસ્ટે આરોપ લગાવ્યો કે બેન્કિંગ સિસ્ટમનો સહારો લઇને કાળુ ધન વિદેશોમાં મોકલવામાં આવી રહ્યું છે. જેના માટે બેન્ક એનઆરઆઇ ખાતાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. અનામી બેન્ક ખાતાઓ અને વીમા પોલિસીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધી પાસે પણ છે કાળું ધન

કોબરા પોસ્ટના જણાવ્યા અનુસાર ખાનગી ત્રણ બેન્ક મની લોન્ડ્રીંગની રમતમાં સામેલ છે. જેનો સીધો અર્થ છે કે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે મોટી ગેમ રમાઇ રહી છે.

English summary
A Cobrapost pan-India undercover investigation has accused HDFC Bank , ICICI Bank and Axis Bank of running a vast, nation-wide money laundering racket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X