For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુના પરિવારને કેવી રીતે કોડીના ભાવે મળી જમીન-કંપની?

જાણો તમામ વિગતો કેવી રીતે લાલુ યાદવના પરિવારે કમાયા કંપની અને જમીનના નામે કરોડો રૂપિયા. સીબીઆઇ તપાસમાં બહાર આવ્યા છે લાલુના પરિવાર અને તેમના વેપારના અનેક રાજ. વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને તેમના પરિવારને બેનામી સંપત્તિ રાખવા માટે સીબીઆઇ અને ઇડીના નિશાને છે. અનેક જગ્યાએ આ માટે કરીને છાપેમારી થઇ રહી છે. પટનામાં જમીનને લઇને કરવામાં આવેલા ડીલને લઇને હાલ સમગ્ર પરિવાર સામે મોટો સંકટ ઊભો થયો છે. પટનામાં લાલુ પ્રસાદનો જે શોપિંગ મોલ બની રહ્યો છે તે અહીંનો સૌથી મોટો મોલ છે. જેને મેરીડિયન કંસ્ટ્રક્શન લિમિટેડ નામની કંપની બનાવી રહી છે. જે સૈયદ અબૂ દોજાનની કંપની છે. સૈયદ અબૂ દોજાન સીતામઢીના સુરસંડ વિધાનસભા સીટથી આરજેડીના વિધાયક છે.

લાલુ પરિવાર

લાલુ પરિવાર

સીબીઆઇએ જે દસ્તાવેજોની તપાસ કરી છે તેમાં દોજાન અને લાલુની પુત્રી ચંદાની વચ્ચે એક કોન્ટ્રાક્ટ પણ સામે આવ્યો છે. દસ્તાવેજ પ્રમાણે શોપિંગ મોલનો 57 ટકા ભાગ હાલ નિર્માણધીન છે. 5 મે 2015ના રોજ થયેલા કરાર મુજબ નિર્માણકર્તા જમીનના માલિકને 5 કરોડ રૂપિયા આપશે. જે પછી તેને પાછા નહીં આપી શકાય અને એક કરોડ રૂપિયા તરત જ આપવાના રહેશે. અને બાકીના ધીરે ધીરે આપવાના રહેશે. અને જો કોઇ હપ્તો ચૂક્યો કે મોડું થયું તો તેને 18 ટકા વ્યાજ પણ આપવું પડશે.

48 મહિનામાં મોલ

48 મહિનામાં મોલ

કરારમાં કહ્યું છે કે નિર્માણકર્તાએ 48 મહિનામાં મોલ બનાવવો પડશે. તો તેમ નહીં તો વધુ 6 મહિના આપવામાં આવશે. પણ તે પછી તેનો ભાગ દર વર્ષે ઓછો થતો જશે એટલે કે નિર્માણકર્તાના ભાગ 43 ટકા હશે તો 42 થઇ જશે. જો કે આ ડીલ વિષે કંઇ પણ કહેવા માટે દોજાન તૈયાર નથી. આ પ્રોજેક્ટ વિષે તેમને એટલું કહ્યું કે 500 કરોડની કિંમતે આ મોલ બનીને તૈયાર થશે પણ પર્યાવરણ વિભાગ તરફથી લીલી ઝંડી ના મળવાના કારણે આ સમયે પ્રોજેક્ટ રોકાઇ ગયો છે.

રેલમંત્રી લાલુ

રેલમંત્રી લાલુ

સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે આ જમીનને ખૂબ જ ઓછી કિંમતે વેંચવામાં આવી છે. કંપનીને લાલુ પ્રસાદ યાદવ તે જ્યારે 2016માં રેલ પ્રધાન હતા ત્યારે મદદ આપી છે. અને પુરી અને રાંચીમાં સુજાતા હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડને મેટેન્સનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કંપની પટનાના વેપારી વિનય ઓ વિજય કોચરની છે.

કંપની

કંપની

સીબીઆઇના જણાવ્યા મુજબ કોચર બંધુઓને ડિલાઇટ માર્કેટિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વેચવામાં આવી હતી. જે દિલ્હીની કંપની છે તેનું રજિસ્ટ્રેશન ન્યૂ ફ્રેન્ડસ કોલોનીના સરનામે છે. રજિસ્ટાર મુજબ ડીએમસીએલ જેને 10 જૂન 1981માં રજિસ્ટર કરવામાં આવી હતી. તેમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ અને બેટી ચંદા 2014થી ડાયરેક્ટર છે.ઓગસ્ટ 2014થી 2016ની વચ્ચે લાલુની બીજી દિકરી રાગિની પણ આ કંપનીની ડાયરેક્ટ બની ગઇ. આરઓસી મુજબ લાલુની પત્ની રાબડી દેવી અને તેના બન્ને દિકરાને આ કંપનીમાં શેયર હોલ્ડર બનાવવામાં આવ્યા. તેજસ્વી યાદવને 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં સંપત્તિ અંગેની જાણકારીમાં આ વાતની જાણકારી નહતી આપી. આરઓસી મુજબ દસ્તાવેજ પ્રમાણે ડીએમસીએલ પોતાનું નામ બે વાર બદલી ચૂક્યું છે. પહેલા 2 નવેમ્બર 2016માં લારા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પછી 14 ફેબ્રુઆરી 2017ના રોજ લારા પ્રોજેક્ટ એલએલપી કરવામાં આવ્યું છે. અને તેને પ્રાઇવેટ કંપનીથી બદલીને પાર્ટનરશીપ કંપની કરી દેવામાં આવી છે.

કોડીના ભાવે જમીન

કોડીના ભાવે જમીન

પટનામાં જે જમીનના કરાર કરવામાં આવ્યા હતા તેની સેલ ડીડમાં લખ્યું હતું કે 105 ડેસિમલ ખેતીની જમીનને 25 ફ્રેબુઆરી 2005ના રોજ ડિલાઇટ કંપનીને આપવામાં આવી હતી. જેને 15.85 લાખ રૂપિયામાં કોચર બંધુઓને આપવામાં આવી હતી. દસ્તાવેજ મુજબ આ જમીનની ખરીદી વખતે ડિલાઇટ કંપનીના ડાયરેક્ટર માંગી લાલ રુસ્તગી લખવામાં આવ્યું હતું. દસ્તાવેજ મુજબ રાબડી દેવી અને તેજસ્વી યાદવ પહેલા ડિલાઇટ કંપનીમાં 2010-11માં શેયર ગ્રાહક બન્યા. જેને સરલા ગુપ્તાના શેયરથી આપવામાં આવ્યા. સરલા ગુપ્તા રાજ્ય સભા સાંસદ પ્રેમ ચંદ ગુપ્તાની પત્ની છે. પ્રેમ ચંદ પાસે પણ કંપનીના શેયર છે. પણ પછીના આંકડા જણાવે છે કે કંપનીના 1101 શેયર રાબડી દેવી અને તેજસ્વી યાદવના ખાતામાં નાખી દેવામાં આવ્યા છે. જે વખતે આમ કરવામાં આવ્યું ત્યારે કંપનીની કુલ સંપત્તિ 2010-11 અને 2013-14ની વચ્ચે 22866748 અને 22926336 રૂપિયા હતી. સીબીઆઇએ આ દસ્તાવેજોને તપાસ્યા છે. તેમના મુજબ કંપનીનો માલિકાના હક લાલુના પરિવારને ખાલી 402000 રૂપિયામાં આપવામાં આવ્યો હતો.

કંપની લાલુના નામે

કંપની લાલુના નામે

લાલુના પરિવારને ડિલાઇટ કંપનીના પૂરો માલિકાના હક આપવામાં આવ્યો હતો ત્યારે કંપનીના ડાયરેક્ટર દેવકી નંદન અને ગૌરવ ગુપ્તા હતા. જેમમે પણ 2014માં પોતાના પદથી રાજીનામું આપ્યું હતું. જે પછી 6 જાન્યુઆરી 2014થી તેજ પ્રતાપ આ કંપનીના એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. અને ચંદાને 26 જૂન 2014 અને રાગિનીને 5 ઓગસ્ટ 2016માં કંપનીમાં સામેલ કરવામાં આવી હતી.

 સીબીઆઇ તપાસ

સીબીઆઇ તપાસ

વધુમાં 14 ફેબ્રુઆરી 2017ના રોજ કંપનીનું નામ લારા પ્રોજેક્ટ એલએલપી કરવામાં આવ્યું હતું. અને લાલુની છોકરીને તેમાંથી નીકાળી રાબડી દેવી અને તેમના બે પુત્રોની ભાગીદારીથી આ કંપની ચલાવવામાં આવી હતી. સુત્રોથી તેવું પણ જાણવા મળ્યું છે કે શરૂઆતમાં કંપનીને આયાત-નિર્યાત કંપની તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. પાછળથી તેને બદલીને નિર્માણ કંપની બનાવી દેવામાં આવી હતી.

English summary
Complete nexus exposed of Lalu Prasad Yadav and his family in property scam. CBI is set to take on his family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X