રાહુલનો ચહેરો કરાયો કાળો, કોંગ્રેસે જાહેર કર્યુ 11 હજારનું ઇનામ

Google Oneindia Gujarati News

ઇન્દોર, 3 એપ્રિલઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી પોસ્ટર પર કાળી શાહી રેડવાના મામલે ભારતીય જનતા પાર્ટીના અજ્ઞાત કાર્યકર્તા પર શંકા જાહેર કરવાની સાથોસાથ કોંગ્રેસે જાહેરાત કરી છે કે કે આ કૃત્ય કરનારા અંગે બાતમી આપનારને 11 હજારનું ઇનામ આપવામાં આવશે. શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેશ ગર્ગે કહ્યું કે, જે વ્યક્તિ અમને કોગ્રેસ ઉપાધ્યક્ષના પોસ્ટર પર કાળી શાહી લગાવનારા અંગે પાકી માહિતી આપશે, તેને અમે 11 હજાર રૂપિયાનું ઇનામ આપીશું. ગર્ગે કહ્યું કે જો પોલીસ કર્મી રાહુલના પોસ્ટર પર કાળી શાહી પોતનારાની ઓળખ કરીને તેની ધરપકડ કરશે તો કોંગ્રેસ તેમને પણ 11 હજારનું ઇનામ આપશે.

rahul-gandhi-poster-black-paint
નોંધનીય છેકે અજ્ઞાત તત્વોએ ઇન્દોરના વિજય નગર ક્ષેત્રમાં એક બસ સ્ટેન્ડ પર લાગેલા કોંગ્રેસના ચૂંટણી પોસ્ટરમાં રાહુલના ચહેરા પર કાળી શાહી પોતવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસના ચૂંટણી ચિન્હ હાથના પંજા અંગે અપશબ્દ લખવામાં આવ્યા છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓને જ્યારે આ ઘટના અંગે ખબર પડી તો તેમણે બસ સ્ટેન્ડ પર જમા થઇને ધરણા પ્રદર્શન કર્યું. ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ આ કૃત્ય કરનારાની ધરપકડ કરવાની માંગ કરી. આ ફરિયાદમાં કોંગ્રેસી નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે કથિત રીતે ભાજપના અજ્ઞાત કાર્યકર્તાઓએ રાહુલના પોસ્ટર પર કાળી શાહી પોતી, જેથી ચૂંટણીનો માહોલ ખરાબ કરવામાં આવી શકે.

શું છે આખો મામલો
બાપટ ચોકડી પાસે સિટી બસ સ્ટેન્ડ પર લાગેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પોસ્ટર પર બુધવારે સવારે કેટલાક લોકોએ કાળો રંગ પોતી દીધો. બપોરે તેની સૂચના મળતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. તેમણે ભાજપ, પ્રશાસન અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ધરણા કર્યા. પછી પોસ્ટરને દૂધથી ધોયું. રંગ ના નીકળ્યો તો થિનર લગાવીને કાઢવાનો પ્રયાસ કર્યો. બાદમાં વિજય નગર પોલીસ પ્રભારને એ પોસ્ટર સોંપ્યું.

ઘટના સ્થળે પેઇન્ટમાં ડૂબેલું કપડું મળ્યું
જે કપડાંથી રાહુલ ગાંધીના પોસ્ટરને કાળી શાહી પોતવામાં આવી હતી તે કપડું બસ સ્ટેન્ડ પાસે જ પડ્યું હતું. આ કપડાંને પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

English summary
Congress Party has announced a bounty of Rs.11,000 on unidentified people who painted Congress vice-president Rahul Gandhi's poster black in Indore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X