For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળા નાણા મુદ્દે મોદી સરકારને ઘેરતી કોંગ્રેસ, કર્યા અઢળક સવાલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનાર કેટલાક ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટમાં બતાવવાના મીડિયા રિપોર્ટ અને નાણા મંત્રી અરૂણ જેટલીના નિવેદન પર કોંગ્રેસે સરકાર પર પલટવાર કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે નાણાના મુદ્દા પર સરકાર અમને બ્લેકમેલ ના કરે અને ધમકી ના આપે. અત્રે નોંધનીય છે કે અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યું હતું કે કાળા નાણા પર નામ સાર્વજનિક થયા બાદ કોંગ્રેસે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડશે.

ajay
કોંગ્રેસ પ્રવક્તા અજય માકને બુધવારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે કાળા નાણાના મુદ્દા પર સરકાર અમને બ્લેકમેલ કરી રહી છે અને આ મામલામાં સિલેક્ટિવ એપ્રોચ અપનાવી રહી છે. તેમણે એ પણ દાવો કર્યો કે નામનો ખુલાસો કરવાનો નાણા મંત્રી અરૂણ જેટલીનું નિવેદન અમારા દબાણમાં આવ્યું છે.

arun
માકને સુપ્રીમ કોર્ટમાં કાળું ધન જમા કરાવનાર કેટલાંક ખાતાધારકોના નામ સીલબંધ કવરમાં આવતા સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં સોંપાયાની રિપોર્ટના આધાર પર સરકારના વલણ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે આખરે શા માટે સરકાર 800માંથી માત્ર 136 નામો જ જાહેર કરી રહી છે, તેણે તમામ નામોનો ખુલાસો કરવો જોઇએ, નહીં કે ચૂંટેલા નામોનો.

સરકાર આ મામલે 27 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં પૂરક શપથ પત્ર દાખલ કરશે, જેના નામોને સીલબંધ કવરમાં આપવાની યોજના અંગે કોર્ટને સૂચના આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની મંત્રણા બાદ સરકારે આ પગલું ભરવાનો ફેસલો કર્યો છે. પહેલી સૂચિમાં યૂરોપીય દેશોની સરકારો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ 800માંથી 136 લોકોના નામ સામેલ થશે.

ajay
પાછલા અઠવાડીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં આવેદન કરીને જણાવ્યું હતું કે તેઓ વિદેશમાં કાળા નાણા જમા કરનારા ભારતીયોના નામ બેવડા કરાધાન બચાવ સમજૂતીના કારણે જાહેર નથી કરી શકતી. સરકારનું કહેવું હતું કે એવું કરવાથી સંધિનું ઉલ્લંઘન થશે. ત્યારબાદ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકારની તીખી ટીકા પણ કરી હતી અને તેને ચૂંટણી પહેલા કરવામાં આવેલા વાયદાની યાદ અપાવતા કાળા નાણાને જમા કરાવનારના નામ ઉજાગર કરવાની માંગ કરી હતી.

English summary
Blackmoney: Congress dares Arun Jaitley to disclose names.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X