For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Copycat: રાહુલ ગાંધીએ ચોરી લીધું નરેન્દ્ર મોદીનું સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: શાહરુખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હે' આપને ચોક્કસ યાદ હશે, અને તેનો જાણીતો ડાયલોગ પણ- રાહુલ ઇઝ એ ચીટર ચીટર ચીટર... આજે આ ડાયલોગ ટ્વિટર અને ફેસબુક પર પણ જોરદાર દોડી રહ્યો છે. કારણ કે કોંગ્રેસે નરેન્દ્ર મોદીના સૂત્રને કોપી કરીને રાહુલ ગાંધીનું બનાવી દીધું.

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનતા જ નરેન્દ્ર મોદીએ મિશન 272 હેઠળ સામાન્ય જનતા પાસે તેમના વિચાર જાણવા માટે એક વેબસાઇટ લોન્ચ કરી, જેનું નામ બીજેપી મેનીફેસ્ટો આપવામાં આવ્યું. તેની જ દેખાદેખી કરીને કોંગ્રેસે પણ કોંગ્રેસ મેનીફેસ્ટોની વેબસાઇટ લોન્ચ કરી દીધી. ચલો આઇડિયા તો દરેકના દિમાગમાં આવે જ છે, તેને ચોરી ના કહી શકીએ. પરંતુ તેને કોપીકેટ કહી શકાય કે નહીં તે આપ જ નક્કી કરી લો.

હા અમે રાહુલની એ જાહેરાતની વાત કરી રહ્યા છીએ, જે આજે દેશભરના સમચારપત્રોમાં છપાયું છે. આ જાહેરાતમાં મોટા મોટા અક્ષરોમાં છપાયું છે કે 'મે નહી હમ'. જાહેરાત જોતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની એવું કહીને મજાક ઉડાડવાની શરૂ કરી દીધી રાહુલ ગાંધીએ મોદીના વિઝનની ચોરી કરી છે.

rahul and modi
ભાજપીઓની એ તસવીરોને પણ વાયરલ કરવાનું શરૂ કરી દીધું, જેમાં પાછળ મોદીનું સૂત્ર 'મે નહી હમ' લખ્યું હતું, અને તે ફોટાની સાથે સાથે રાહુલ ગાંધીની જાહેરાતને પણ મૂકવામાં આવી અને રાહુલને કોપીકેટ બોલાવા લાગ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાતના મહેસાણા ખાતે નરેન્દ્ર મોદીની ચિંતન શિબિર યોજાઇ હતી, ત્યારે તેમના મંચ પર 'મે નહી, હમ' સૂત્રવાળુ પોસ્ટર લાગેલું હતું, અને હવે આ સૂત્રનો ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરાતા રાજકીય વિવાદ સર્જાયો છે.

English summary
The BJP today sneered at the Congress after a new ad campaign starring Rahul Gandhi used a tagline that Narendra Modi said he had authored three years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X