For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"કાશ્મીર તો રહેશે પાકિસ્તાન નહી રહે" કહેનાર કોણ હતો વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ઉરી આતંકી હુમલા પછી સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક સૈનિક પાકિસ્તાનને આડે હાથે લેતા સ્પષ્ટ રૂપે કહી રહ્યો હતો કે "કાશ્મીર તો રહેશે પણ પાકિસ્તાન નહીં રહે." ત્યારે આવું કહેનાર વ્યક્તિનું નામ છે હેડ કોન્સ્ટેબલ મનોજ ઠાકુર. જેમણે વીડિયોમાં જોશ ભરેલી એક કવિતા કહી છે.

VIRAL VIDEO: કાશ્મીર તો હશે પણ પાકિસ્તાન નહીં હોયVIRAL VIDEO: કાશ્મીર તો હશે પણ પાકિસ્તાન નહીં હોય

Constable Manoj Thakur thanks people patriotic video uri terror attack

ફેસબુક અને ટ્વિટર અને વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયા પર શેયર થનાર આ વીડિયોને જોઇને અનેક લોકો હેડ કોન્સ્ટેબલ મનોજ ઠાકુરને ઓળખવા લાગ્યા છે. પોતાના આ વીડિયોની સફળતા પછી મનોજ ઠાકુરે લોકોનો આભાર માન્યો છે.

વધુમાં મનોજ ઠાકોરે જણાવ્યું છે કે "હું લોકોના પ્રેમ માટે આભારી છું અને મનથી તેમનો આભાર માનું છું. દેશપ્રેમ અંદરથી જ આવે છે. અને તે કોઇએ શીખવાડવો નથી પડતો. હું મારી ભારત માતાની રક્ષા કરવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છું અને અને તે લોકોને પાઠ ભણાવવા માટે પણ તૈયાર છું જે મારી માતૃભૂમિ પર આંખો ઉઠાવીને જોવાની હિંમત કરે છે."

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચોભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

નોંધનીય છે કે મનોજ ઠાકુરે આ વીડિયો કારગિલ દિવસના રોજ એટલે કે 25 જુલાઇ 2016ના રોજ અપલોડ કર્યો હતો. અને મનોજ હાલ સિરમૌરના છઠ્ઠી આઇ.આર.બી બટાલિયન કોલરમાં હેન્ડ કોન્સ્ટેબલ તરીકે કામ કરી રહ્યા છે.

પરિચય

  • હિમાચલ પ્રદેશના કથોગન ગામનામાં 23 એપ્રિલ, 1983માં એચ.સી.મનોજ ઠાકુરનો જન્મ થયો હતો.
  • તેમને નાનપણથી જ વીરરસ વાળી કવિતાઓ લખવાનો શોખ છે.
  • હાલ તે હિમાચલ પ્રદેશના કિન્નૌર ક્ષેત્રે ફરજ બજાવી રહ્યા છે.
English summary
The patriotic poem which was recited by a Jawan in a bus has been identified as Manoj Thakur, Head Constable of Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X