For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇકોર્ટે અમિત શાહને આપી કોલકાતા રેલીની પરવાનગી

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 28 નવેમ્બર: કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલીનું યુદ્ધ ભાજપે જીતી લીધું છે. કલકત્તા હાઇકોર્ટે શુક્રવારે મમતા સરકારને ઝટકો આપતા ભાજપને રવિવારે વિસ્ટોરિયા હાઉસની સામે સ્પ્લેનેડ સ્ક્વેયરમાં અમિત શાહની રેલીની શરતી પરવાનગી આપી દીધી છે. હાઇકોર્ટે આની સાથે જ રેલી પર નજર રાખવા માટે 3 સભ્યવાળી ટીમ પણ બનાવી છે. પરંતુ મમતા સરકાર અમિત શાહની રેલી પર ઝૂકવા માટે તૈયાર નથી. પશ્ચિમ બંગાળ સરકાર હાઇ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ અપીલ કરશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઇચ્છે છે કે સ્પેશિયલ બેંચ સરકારની અરજીની સુનાવણી કરે.

કોલકાતાના વિક્ટોરિયા હાઉસની સામે અમિત શાહની 30 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત આ રેલી રાજ્યમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે રાજકીય યુદ્ધનો મુદ્દો બની ગયો હતો. ભાજપ સ્પ્લેનેડ સ્ક્વેયરમાં શાહની રેલી કરાવવા પર અડગ રહી હતી, જ્યારે કોલકાતા પ્રશાસન તેની પરવાનગી ન્હોતું આપી રહ્યું.

શહેરની વચ્ચોવચ્ચ શાહની આ રેલીને પહેલા કોલકાતા પોલીસ અને પછી સિટી કોર્પોરેશને પરવાનગી આપી ન્હોતી. કોલકાતા પોલીસનું કહેવું હતું કે વિક્ટોરિયા હાઉસ હેવી ટ્રાફીકવાળું સ્થળ છે, એવામાં રેલીની પરવાનગી આપવાથી લોકોને તકલીફ ઉઠાવવી પડશે. ભાજપ તેના માટે હાઇકોર્ટ ચાલી ગઇ હતી.

ભાજપ તેને અમિત શાહની રેલીને રોકવાની સત્તારૂઢ મમતા બેનર્જી સરકારનું ષડયંત્ર ગણાવી રહી હતી. ભાજપનું કહેવું હતું કે તૃણમૂલ કોંગ્રેસ 21 જુલાઇના રોજ આજ સ્થળ પર પાર્ટી કાર્યકર્તાઓની વાર્ષિક સભાનું આયોજન કરી ચૂકી છે, એવામાં તેને પણ રેલીની પરવાનગી આપવી જોઇએ.

English summary
Court Allows Amit Shah's Rally in Kolkata, With Conditions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X