For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનાશ પર મોદીનું નિરિક્ષણ, 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી

|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમ, 14 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમ પહોંચી ગયા છે. તેઓ ચક્રવાતી તોફાન હુડહુડનો ભોગ બનેલા વિશાખાપટ્ટનમ અને આંધ્ર પ્રદેશના અન્ય તટીય વિભાગોનું નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન પોતાના વિશેષ વિમાન દ્વારા વિશાખાપટ્ટનમ હવાઇમથક પર આવી પહોંચ્યા બાદ મોદીએ હુડહુડના કારણે અત્રે થયેલા વિનાશનું નિરિક્ષણ કર્યું. અધિકારીઓ દ્વારા વડાપ્રધાને અત્રે થયેલા ભારે નુકસાન અંગે જાણકારી મેળવી.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇ એસ એલ નરસિમ્હન, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂ, કેન્દ્રીય સરકારના મંત્રી એમ વેંકૈયા નાયડૂ અને અશોક ગજપતિ રાજૂએ હવાઇમથક પર મોદીનું સ્વાગત કર્યું. મોદી અત્રે તોફાનના કારણે વિનાશનો ભોગ બનેલા વિશાખાપટ્ટનમ સમુદ્ર કિનારા અને શહેરના બીજા અન્ય ભાગોનું નિરિક્ષણ કર્યું, અને વિશાખાપટ્ટનમ માટે 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમના જિલ્લાઅધિકારી કાર્યાલય પર એક બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ આંધ્ર પ્રદેશના અન્ય તોફાન પ્રભાવિત વિસ્તારોનું હેલિકોપ્ટર દ્વારા મુલાકાત લેશે. મુખ્યમંત્રી નાયડૂએ આ પહેલા જણાવ્યું કે તેઓ વડાપ્રધાનને રાજ્યની હાલની સ્થિતિથી અવગત કરાવશે. અને તોફાનથી થયેલા નુકસાન અને ક્ષતિની વિસ્તૃત માહિતી આપશે. નાયડૂ પહેલા જ મોદીને હુડહુડને પ્રાકૃતિક આપત્તિ જાહેરત કરવા અને વધારાની રાહત તરીકે રાજ્યને 2,000 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવાના સંબંધમાં પત્ર લખી ચૂક્યા છે. જુઓ વીડિયોમાં...

English summary
Cyclone Hudhud: PM Modi in Visakhapatnam for aerial survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X