For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના કોઇપણ ખૂણામાં છૂપાયેલો હોય દાઉદ, ભારત નહીં છોડે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી: કેન્દ્ર સરકારે એક વાર ફરી અંડરવર્લ્ડ ડોન અને વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમ પર પોતાનું કડક વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે દાઉદ દુનિયાના કોઇ પણ ખૂણામાં છૂપાઇને બેઠો હોય, ભારત તેને સબક શીખાડીને રહેશે.

ભારતનું વલણ નથી બદલાયું
વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં દાઉદ પર ભારતનું કડક વલણ દર્શાવે છે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન દાઉદ ઇબ્રાહિમની સામે આવેલી ઓડિયો ક્લિપ બાદ જારી કરવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું કે ભારતનું વલણ દાઉદને લઇને હજી પણ એ જ છે જે 10 વર્ષ પહેલા હતું. તે ભારત અને દુનિયા માટે આજે પણ 1993ના બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે.

dawood ibrahim
અકબરૂદ્દીન અનુસાર દાઉદને ભારત આજે પણ એક ભાગેડુ માને છે અને હંમેશા માનતું રહેશે. ભારત આજે પણ નથી ભૂલ્યો કે દાઉદે ભારત મુંબઇ વિસ્ફોટની સાથે ઘણા ઘા આપ્યા છે. તેમણે વિશ્વાસ આપ્યો છે કે દેશવાસી આ વાત પર વિશ્વાસ રાખે કે દાઉદ ઇચ્છે ગમે ત્યા હોય ભારત તેને સબક શીખવાડીને રહેશે.

કરાચીમાં છે દાઉદ
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાઉદ ઇબ્રાહિમ કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહી રહ્યો છે જે કરાચીનો એક પોશ વિસ્તાર છે અને અત્રે આર્મીના ઘણી સંસ્થા પણ છે.

ઇરાકમાં ગુમ થયેલા ભારતીયો અંગે અકબરુદ્દીને જાણકારી આપી કે સૂત્રો તરફથી સરકારને જે પણ જાણકારી મળી છે તે અનુસાર ઇરાકમાં કેટલાક ભારતીય નાગરિકો છે પરંતુ તેમની સ્થિતિ અંગે હજી પણ સરકાર પાસે કોઇ જાણકારી નથી.

English summary
Dawood Ibrahim brought to justice very soon Modi government assures. Foreign Ministry says stand about Dawood Ibrahim is still the same, that he is an absconder from justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X