For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 કલાક કેવી રીતે ભારતીય લશ્કરે કર્યા, 8 આતંકી કેમ્પનો ખાતમો, વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ભારતીય લશ્કરના સ્પેશ્યલ કમાન્ડોએ એલઓસી પાર કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકી કેમ્પોનો ખાતમો બોલાવ્યો. ત્યારે માત્ર 4 કલાકમાં જ ભારતીય લશ્કરે 8 આતંકી કેમ્પને તબાહ કરી દીધા હતા. અને અંદાજે 38 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ માટે સ્પેશ્યલ કમાન્ડો હેલિકોપ્ટરથી લેન્ડિંગ કરી પીઓકેમાં આવેલ આતંકીઓના કેમ્પ પર પહોંચ્યા હતા.

ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતોભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો

ક્યારે શરૂ થયું હતું ઓપરેશન

ક્યારે શરૂ થયું હતું ઓપરેશન

જેમ ઉરીમાં આપણા સૈનિકોને તે સુઇ રહ્યા હતા અને ડ્યૂટી બદલી રહ્યા હતા ત્યારે માર્યા હતા તે રીતે જ ભારતીય લશ્કરે રાતના બુધવારના 12:30 વાગે આ સર્જિકલ ઓપરેશન શરૂ કર્યું હતું.

4 કલાકમાં કામ તમામ

4 કલાકમાં કામ તમામ

સ્પેશ્યલ કમાન્ડોએ સવાર 4:30 વાગ્યા સુધીમાં તેમનું તમામ કામ પતાવી પરત ભારતમાં આવી ગયા હતા.

4 કલાક 8 કેમ્પ

4 કલાક 8 કેમ્પ

પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 4 કલાકમાં જ ભારતીય લશ્કરે આતંકીઓના 8 જેટલા કેમ્પનો સફાળો કરી દીધો હતો.

38 આતંકીનો ખાતમો

38 આતંકીનો ખાતમો

નોંધનીય છે કે ઉરી આંતકી હુમલામાં આતંકીઓએ ભારતના 18 જવાનોને માર્યા હતા. ત્યારે ભારત સામે આંખો ઊંચી કરનાર આ આતંકીઓના 38 આતંકીઓને ભારતીય લશ્કરે મોતને ઘાટ ઉતાર્યા હતા.

વિસ્તાર

વિસ્તાર

કાશ્મીર સ્થિત બારામૂલા, રાજૌરી અને કુપવાડા સ્થિત 19,25 અને 28 ડિવિઝનના સૈનિકોએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.

ભારતીય લશ્કર

ભારતીય લશ્કર

એલોસીના 500 મીટરથી લઇને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને પેરા કમોન્ડોઝ અને ગ્રાઉન્ડ ફોર્સિસ પણ સામેલ કરવામાં આવ્યા હતા.

એમઆઇ 17 હેલિકોપ્ટર

એમઆઇ 17 હેલિકોપ્ટર

સુત્રથી મળતી માહિતી મુજબ તમામ કમાન્ડોને એમઆઇ-17 હેલિકોપ્ટરમાં આતંકી કેમ્પમાં પહોંચાડવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઓપરેશનમાં કોઇ પણ ભારતીય સૈનિકને નુક્શાન નથી થયું.

English summary
Details of surgical strike carried by indian army across loc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X