For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ અગ્નિકાંડ: 112 લોકોની મોત, 5 પકડાયા, અગ્નિકાંડ તસવીરો

|
Google Oneindia Gujarati News

કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલા પુત્તીંગલ મંદિરમાં રવિવારે થયેલ ભીષણ અગ્નિકાંડ બાદ કેરણ પોલિસે ફાયરવર્કસથી જોડાયેલા આ મામલામાં પાંચ લોકોની અટક કરી છે. વળી અગ્નિશામક દળના અધિકારીઓ પણ મંદિર પરિસરની તપાસ કરીને આ આગના કારણો સમજવાનો અને તે આધારે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જો કે મુખ્ય આરોપી હજી સુધી ફરાર છે. અને આ ધટનામાં અત્યાર સુધી 112 લોકોની મોત અને 388 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વધુમાં મંદિર પ્રશાસન વિરુદ્ધ પણ કેસ દર્જ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે લગભગ 3:30 અહીં ફટાકડાના ફૂટવાના કારણે મંદિર પરિસરમાં ભયંકર આગ લાગી હતી. તો સાથે જ આ ધટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટરોની એક ટીમ સાથે કોલ્લમ જવા રવાના થયા હતા. અહીં તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે દુખની આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે.

તો બીજી તરફ કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પણ ધટના સ્થળની મુલાકાત લઇને આ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પણ મોદીને ફોન કરીને આ મુદ્દે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે આ દુર્ધટના થવા પાછળનું મોટું કારણ તે સામે આવ્યું છે કે પ્રશાસનની પરવાનગી આવા કાર્યક્રમના થતા પહેલા નહતી લેવામાં આવી. ત્યારે આ અગ્નિકાંડ વખતે અને તે બાદ અત્યાર સુધીમાં શું શું થયું તે વિષે જાણો અહીં...

દર વર્ષે થાય છે આતિશબાજી

દર વર્ષે થાય છે આતિશબાજી

નોંધનીય છે કે 14 એપ્રિલે શરૂ થતા મલયાલમ નવાવર્ષની ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે આ મંદિર પરિસરમાં આતિશબાજીનો આ કાર્યક્રમ થતો આવ્યો છે. પુત્તીંગલ દેવી મંદિર પરિસરની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

રવિવાર બન્યો કાળ

રવિવાર બન્યો કાળ

પણ રવિવારે બપોરે જ્યાં એક બાજુ મંદિરમાં પૂજા પાઠ ચાલી રહ્યા હતા. અને મોટી સંખ્યામાં શ્રદ્ઘાયુઓ ત્યાં હાજર હતા ત્યારે જ મોટા પ્રમાણમાં આતિશબાજી પણ કરવામાં આવી અને આમ કરવા જતાં અકસ્માતના કારણે અહીં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું

જ્યાં જુઓ ત્યાં લાશો અને કપાયેલા માનવઅંગો

જ્યાં જુઓ ત્યાં લાશો અને કપાયેલા માનવઅંગો

તે પણ વધુ કંપાવનારી વાત તો એ છે કે આગ લાગ્યા ફાયરબ્રિગ્રેડે આગ કાબુમાં તો લીધી પણ તે પછી જે લોકો ઇજાગ્રસ્તોને ત્યાંથી નીકાળવા ગયા તેમણે જે નજારો જોયા તે કંપાવનારો છે. એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ તમામ જગ્યાએ કાળો ધુમાડો, બળેલી લાશો અને કપાયેલા માનવઅંગો નજરે પડતા હતા.

112 લોકોની મોત 388 લોકો ઇજાગ્રસ્ત

112 લોકોની મોત 388 લોકો ઇજાગ્રસ્ત

આ દુર્ધટનામાં 112 લોકોની મોત થઇ ગઇ છે અને લગભગ 388 લોકો ઇજાગ્રસ્ત છે જો કે કેરળ મંત્રાલયે હજી 106 લોકોની મોતનો જ આંકડો જાહેર કર્યો છે.

બચાવ કાર્ય

બચાવ કાર્ય

નોંધનીય છે કે દુર્ધટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ત્વરિત પ્લાનિંગના કારણે નૌકાદળે 3 જહાર અને ડોક્ટરોની ટીમ મોકલી હતી. અને એરફોર્સે પણ 10 હેલિકોપ્ટર મોકલ્યા હતા જેથી ધાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. વળી એનડીઆરએફની ચાર ટીમને પણ ચેન્નઇ મોકલવામાં આવી હતી. મોદીએ કેરળના મુખ્યમંત્રી ચંડીને વધુ પડતા દાઝી ગળેયા લોકોને હેલિકોપ્ટર દ્વારા ચેન્નઇના મોટી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી.

મોદી ડોક્ટરની ટીમ લઇને પહોંચ્યા

મોદી ડોક્ટરની ટીમ લઇને પહોંચ્યા

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટસ પ્રિન્સને મળવાનો પોતાનો કાર્યક્રમ છોડીને આ ધટના બાદ કોલ્લમ ડોક્ટરોની એક ટીમ સાથે પહોંચ્યા હતા. આ ટીમમમાં એમ્સ, સફદરજંગ અને આરએમએલ હોસ્પિટલના તેવા ડોક્ટરો હતા જે બર્ન અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક્સપર્ટ હોય. આ તમામ બર્ન વિશેષજ્ઞ ડોક્ટર પોતાની સાથે દવાઓ પણ લઇ ગયા હતા જેથી જલ્દી જ લોકોને યોગ્ય સારવાર મળી રહે.

કેવી રીતે ધટના થઇ

કેવી રીતે ધટના થઇ

દરવર્ષે અહીં મોટી સંખ્યામાં આતિશબાજી કરવામાં આવે છે પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ આતિશબાજી થઇ રહી હતી ત્યારે જ એક ચિંગારી ત્યાં જઇને પડી જ્યાં મોટી પ્રમાણ ભારે દારૂખાનું રાખવામાં આવ્યું હતું. અને તે અચાનક જ ફૂટતા મોટા ધડાકા થયા હતા. જમીન પણ ધ્રુજી ગઇ હતી. અને આગના મોટા મોટા ગોળા દૂરથી પણ જોવાતા હતા.

પ્રશાસનની મંજૂરી નહીં

પ્રશાસનની મંજૂરી નહીં

જો કે પ્રશાસનનું કહેવું છે કે મંદિર પ્રશાસને આ કાર્યક્રમ કરવા માટે અધિકૃત મંજૂર નહતી માંગી જો કે ધાર્મિક ભાવનાનું નામ લઇને તેમણે આ અંગે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. જો કે આ દુર્ધટના બાદ એક રાજકીય દોષારોપણ ચાલુ થઇ ગયું છે.

English summary
Here are some pics of Kollam fire incident in Kerala. This could be disturbing so please be careful while clicking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X