અમેઠીમાં ભાજપ-કોંગ્રેસ સામે ટિપ્પણી માટે કેજરીવાલને ECની નોટિસ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મે : ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને કારણદર્શક નોટિસ પાઠવી છે. આ કારણદર્શક નોટિસ અમેઠીમાં તેમન કથિત ટિપ્પણીને કારણે આપવામાં આવી છે. આ ટિપ્પણીમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપના પક્ષમાં નાખવામાં આવેલો એક પણ વોટ 'ખુદા અને દેશ સાથે ગદ્દારી' હશે.

ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ દ્વારા આદર્શ આચાર સંહિતાનું પ્રથમ દ્રષ્ટિએ ઉલ્લંઘન કરવાની અને ધ્યાન રાખવા માટે તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 13 મેની સાંજ સુધીનો સમય પાઠવ્યો છે. જવાબ નહીં આવે તો પંચ આ મામલે તેમને કોઇ સંદર્ભ આપ્યા વિના પોતાનો નિર્ણય જણાવશે.

arvind

ચૂંટણી પંચે ભાજપની એ ફરિયાદ પર કાર્યવાહી કરી છે જે 2 મેના રોજ અમેઠીમાં યોજવામાં આવી હતી. કેજરીવાલે એક જનસભામાં કથિત રીતે એવું જણાવ્યું હતું કે 'અમેઠીમાં જો કોઇ કોંગ્રેસને મત આપે તો ખોટું ના લગાવશો, તે દેશ સાથે છેતરપિંડી કરશે. શું મેં વધારે પડતું કહ્યું છે? હું ફરી એકવાર કહીશ કે જો કોંગ્રેસ કે ભાજપ માટે એક પણ વોટ નાખવામાં આવ્યો તો તે ખુદા અને દેશ સાથે ગદ્દારી હશે.'

આ સંદર્ભમાં ચૂંટણી પંચને કથિત ટિપ્પણીવાળી એક સીડી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'ચૂંટણી પંચને પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે તેમણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.'

English summary
Election Commission notice to Arvind Kejriwal for remarks on BJP-Congress in Amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X