For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં ભાજપ માટે સેંટા ક્લોઝ બનીને આવ્યા અમિત શાહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 23 ડિસેમ્બર: આજે ઝારખંડમાં પ્રથમ વાર પૂર્ણ બહુમતીની સરકાર બનવા જઇ રહી છે. ગત 14 વર્ષોમાં પોતાના વિકાસ માટે તરસી રહેલું રાજ્ય કદાચ પહેલી વાર જનમતના માધ્યમથી એક સ્થાયી સરકાર જોવા મળી રહી છે અને આશા છે કે આ સરકાર તેને સફળતા અને વિકાસનો જામો પહેરાવશે. જેટલી મોટી જીત આ ઝારખંડ માએ છે તેનાથી ઘણી વધુ મોટી જીત ભાજપ માટે પણ છે, જેને પોતાનું કોંગ્રેસ મુક્ત દેશનું સપનું સાકાર કરવામાં કોઇ કસર છોડી નહી.

ફત 14 વર્ષોમાં આ રાજ્યએ 9 મુખ્યમંત્રી જોવા છે. ફરી એકવાર અપક્ષ ધારાસભ્ય મધુ કોડા પણ મુખ્યમંત્રી બની ગયા. આ 14 વર્ષોમાં સૌથી વધુ સાડા નવ સુધી ભાજપના જ મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે પરંતુ દરેક વખતે રાજ્યની જનતાના અભાવો અને પછાતપણાનો શિકાર રહી છે.

amit-shah

14 વર્ષોમાં ઝારખંડે 9 મુખ્યમંત્રી જોયા છે
પરંતુ કદાચ આવું પ્રથમ વાર થયું છે કે આ વર્ષે રાજ્યમાં વોટ ના તો જાતિ પર ના તો વંશવાદ પર પડ્યા છે પરંતુ અહીં મતદારોએ વિકાસ માટે વોટ કર્યો છે. હવે જનતા સમજી ચૂકી છે કે જાતિ અને વંશવાદના રાજકારણથી કંઇ થવાનું નથી, બે ટાઇમની રોટી માટે તમારે વિકાસના માર્ગ પર ચાલવું જ પડશે.

અને આ વાતને ભાજપે સમજીને ચૂંટણીમાં ગઠજોડ કરીને દેશની જનતા પાસે વોટ માંગ્યા હતા અને તે તેમાં સફળ રહી છે. નિશ્વિતપણે આ પીએમ મોદી માટે લોકપ્રિયતાની છબિનું પરિણામ છે પરંતુ આ લોકપ્રિય ઇમેજ ફિલ્મના ડાયરેક્ટર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે જેમણે ચૂંટણી રેલીઓમાં વિકાસ અને ફક્ત વિકાસનો રાગ આલાપતાં એવી રાજકીય રમત ગોઠવી જેમાં જનતાનું મોહ મોહી લીધું અને પરિણામ આજે તમારી સમક્ષ છે અને ક્રિસમસથી ઠીક પહેલાં ભાજપના ખોળામાં અમિત શાહે એક સેંટા ક્લોજની માફક ખુશીઓ જ ખુશીઓ ભરી દિધી છે.

રાજકીય પંડિતોના અનુસાર આ અમિત શાહનું જ દિમાગ હતું ઝારખંડમાં ભાજપ-આજસૂ સાથે લડ્યા, અમિત શાહના આગ્રહથી જ રાજ્ય સરકારની ચૂંટણીઓ માટે પીએઅમ મોદીની તાબડતોડ રેલીઓ થઇ છે અને અમિત શાહનું દિમાગ હતું કે ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રના તર્જ પર અહીં ચૂંટણી કોઇ વ્યક્તિને સીએમ પ્રોજેક્ટ કર્યા વિના લડી જેથી ચૂંટણીના પરિણામો પહેલાં આદિવાસી અને બિનઆદિવાસી એમને લઇને ઝઘડો ના થાય. તો નિશ્વિતપણે કહી શકાય કે ભાજપ માટે ઝારખંડના સેંટા ક્લોઝ બીજું કોઇ નહી અમિત શાહ જ છે.

English summary
BJP seemed to be tantalisingly close to forming the first majority government in Jharkhand, a state that has seen nine chief ministers in the 14 years of its existence. BJP President Amit Shah is the main hero of this Victory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X