For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાન કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણનું નિધન

|
Google Oneindia Gujarati News

પુણે, 27 જાન્યુઆરી: દેશના મહાન કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણનું સોમવારે લગભગ સાત વાગ્યે પુણેની હોસ્પિટલમાં નિધન થઇ ગયું. તેઓ 94 વર્ષના હતા. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હતી. તેમની હાલત વધારે લથડતા તેમને 17 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લક્ષ્મણના પરિવારમાં લેખિકા પત્ની કમલા, સેવાનિવૃત્ત પત્રકાર પુત્ર શ્રીનિવાસ અને વહૂ ઉષા સમાવેશ થાય છે.

rk laxman
આરકે લક્ષ્મણ સાથે જોડાયેલ કેટલીક મહત્વપૂર્ણ વાતો-

  • આરકે લક્ષ્મણ અંગ્રેજીના લેખક આરકે નારાયણનના નાના ભાઇ હતા. નારાયણનના પુસ્તક પર જ આધારિત છે દેવ આનંદની ફિલ્મ ગાઇડ.
  • આરકે લક્ષ્મણ દેશના એક માત્ર કાર્ટૂનિસ્ટ હતા જેમના કાર્ટૂન હંમેશા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના પર છપાતું હતું. ક્યારેય પણ અંદરના પાના પર નથી છપાયું તેમનું કાર્ટૂન.
  • એક સમય આવ્યો જ્યારે આરકે લક્ષ્મણનો પગાર એડિટર કરતા વધારે થઇ ગયો. આ વાતની ચર્ચા મીડિયા જગતમાં જોરશોરથી થઇ.
  • લક્ષ્મણ પોતાના ભાઇના ધ હિન્દુમાં પ્રકાશિત થનારા લેખો માટે કાર્ટૂન બનાવ્યા કરતા હતા. ત્યાંથી જ તેમની પ્રતિભા મીડિયા જગતની સામે આવી.
  • જ્યારે તે મહારાજા કોલેજમાં અભ્યાસ કરતા હતા તો તેમના કાર્ટૂન બિલ્ટ્ઝ અને સ્વરાજ્ય જેવી પત્રિકાઓમાં પ્રકાશિત થતા હતા.
  • એશિયન પેંટના મેસકૉટ ગટ્ટૂનું ચિત્રાંકન આરકે લક્ષ્મણે જ કર્યું હતું.
  • ટીવી સીરિયલ માલગુડી ડેઝમાં સ્ટારકાસ્ટના ફિલ્માંકન માટે ચિત્રાંકન લક્ષ્મણે જ કર્યું હતું.
English summary
Eminent cartoonist RK Laxman died on Monday evening in a Pune hospital. He took his last breath at around 7pm from a private hospital in Pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X