For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલગામની અથડામણમાં 2 જવાન શહીદ, હિજબુલના 4 આતંકી ઠાર

રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. આ આતંકવાદીઓ હિજબુલ મુજાહુદ્દીનના હોવાનું કહેવાઇ રહ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે ફરી એકવાર આતંકવાદીઓ દ્વારા પૃથ્વીના સ્વર્ગને લોહીના રંગથી રંગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આ કામમાં તેઓ સફળ ન થયાં. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીર ના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. આ આતંકવાદીઓ હિજબુલ મુજાહુદ્દીનના હોવાનું કહેવાઇ રહ્યું છે.

army

જાણવા જેવી વાતો

  • આ અથડામણ રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નોપારો ગામમાં થઇ હતી.
  • આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસીને બેઠા હતા.
  • આ જાણકારી મળ્યા બાદ સ્પેશિયલ ફોર્સ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ ત્યાં પહોંચી ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું.
  • આ પછી આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરૂ દીધું, જેના જવાબમાં ભારતના જવાનોએ પણ ગોળીબાર કર્યો.
  • આ જવાબી હુમલામાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા અને ભારતના 2 જવાનો શહીદ થયા.
  • ઠાર મરાયેલા આતંકીઓમાંથી 2 કુલગામના જ હોવાની માહિતી મળી છે, જેમાંનો એક મદસ્સિર રેદવાની ગામનો રહેવાસી હતો.
  • બીજો આતંકવાદી મહમ્મદ હાશિમ મોહદપોરાનો રહેવાસી હતો. આતંકવાદીઓ પાસેથી 2 રાઇફલ અને દારૂ-ગોળો મળી આવ્યો છે.
  • આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલે છે.

અહીં વાંચો - કોર્ટઃ 2 દિવસની અંદર BSF જવાન તેજબહાદુરને તેની પત્ની સાથે કરાવો મુલાકાતઅહીં વાંચો - કોર્ટઃ 2 દિવસની અંદર BSF જવાન તેજબહાદુરને તેની પત્ની સાથે કરાવો મુલાકાત

English summary
Security forces were on Sunday morning engaged in a gunfight with a group of militants holed up in a house in a south Kashmir village, police said.locals claimed two militants were killed and a soldier hurt but the army and police refused to confirm the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X