For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં છપાઇ રહી છે 2000ની નકલી નોટો

ગુપ્ત વિભાગ તરફથી જાણકારી મળ્યા બાદ બોર્ડરની આસપાસના વિસ્તારમાંથી અઢી મહિનાની અંદર લગભગ ચાર કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગત વર્ષે 8 નવેમ્બરના રોજ નોટબંધી લાગુ કરવા પાછળનું એક મુખ્ય કારણ હતું, પાકિસ્તાન થી આવતા નકલી ચલણી નાણાં પર રોક લગાવવી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ દાવ સફળ થયો લાગતો નથી. પાકિસ્તાનમાં છપાયેલી નકલી 2000ની ચલણી નોટ બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં આવી રહી છે અને આપણી અર્થવ્યવસ્થાને નબળી પાડી રહી છે. છેલ્લા થોડા સમયમાં બીએસએફ એ કેટલાક લોકોને નકલી ચલણી નોટો સાથે પકડતાં પાકિસ્તાનથી ભારત આવી રહેલી આ નકલી નોટોની વાત સાફ થઇ છે.

rs 2000

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, નકલી ચલણી નોટો પકડાવાનો તાજો બનાવ 8 ફેબ્રુઆરીનો છે. 8 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રૂપિયા 2000ની 40 નકલી નોટો સાથે 26 વર્ષીય અજીજુર્રહમાનને પકડવામાં આવ્યો હતો. તેણે આ નોટો પાકિસ્તાનમાં છપાઇ હોવાની તથા આઇએસઆઇ ની મદદથી ભારત પહોંચી હોવાની વાત કહી હતી. છેલ્લા અઢી મહિનામાં આવા ઘણા મામલાઓ સામે આવ્યા છે.

નવી નોટોમાં કોઇ સુરક્ષા ફીચર નહીં

નકલી નોટોના સ્મગલર આ નોટો 400થી 600 રૂપિયામાં આપે છે. આ 200 રૂપિયાને ફરક નોટની ગુણવત્તાને કારણે છે. જપ્ત કરેલી નોટોની તપાસ કરતાં જાણવા મળ્યું કે, નવી નોટોમાં જે 17 સુરક્ષા ફીચર આપવામાં આવ્યા છે, એમાંથી 11 ફીચર નકલી નોટો પર પણ અદ્દલ કોપી કરવામાં આવ્યા છે. જેમાં વોટરમાર્ક, અશોક સ્તંભ અને આરબીઆઇ ગવર્નરની સહીનો પણ સમાવેશ થાય છે. જો કે, આ નોટોની પ્રિન્ટિંગ અને કાગળની ગુણવત્તા ખરાબ છે. એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, નોટબંધી બાદ નકલી નોટોનો પહેલો મામલો ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સામે આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ નકલી નોટોમાં એટલો સુધારો કરવામાં આવ્યો છે કે, સામાન્ય માણસ માટે નકલી નોટની ઓળખ કરવી મુશ્કેલ છે.

અહીં વાંચો - જેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ISI જાસૂસની ધરપકડઅહીં વાંચો - જેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ISI જાસૂસની ધરપકડ

ચલણી નોટોની પ્રિન્ટિંગ સાથે જોડાયેલા સીનિયર અધિકારીનું કહેવું છે કે, જૂની નોટોની સરખામણીએ આ નવી નોટોમાં સુરક્ષાના ફીચર આપવામાં નથી આવ્યા. કારણ કે સુરક્ષા ફીચર નાંખવા માટે સમય જોઇએ અને નવી નોટોના છાપકામ માટે ખૂબ ઓછો સમય હતો. ગુપ્ત વિભાગ તરફથી જાણકારી મળ્યા બાદ બોર્ડરની આસપાસના વિસ્તારમાંથી અઢી મહિનાની અંદર લગભગ ચાર કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.

English summary
Fake Rs 2000 notes from Pakistan reach India via Bangladesh border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X