For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: હરિયાણાના મંત્રીએ મહિલા એસપીને કહ્યું ગેટ આઉટ...

|
Google Oneindia Gujarati News

હરિયાણા સ્વાસ્થ મંત્રી અનિલ વિજ, આ પહેલા અનેક વિવાદોમાં પડી ચૂક્યા છે પણ આ વખતે તેમને જે સણસણતો જવાબ મળ્યો છે તેવો પહેલા કદાચ નહીં મળ્યો હોય. પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતા અનિલ વિજ પોતાના પક્ષના નેતાઓ સાથે વિવાદોમાં પડી ચૂક્યા છે. પણ ફતેહાબાદના મહિલા એસપીની સંગીતા કાલિયા જોડે વાદ વિવાદ કરવો મંત્રીજીને થોડો ભારે પડ્યો. મંત્રીજીએ પોતાનો રૂઆબ દેખાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો પણ મહિલા એસપીએ પણ કહી દીધી કે "હું પણ મારું કામ જ કરું છું સર"

વાત જાણે કે એમ બની કે શુક્રવારે કષ્ટ નિવારણ સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકની અધ્યક્ષતા સ્વાસ્થય મંત્રી અનિલ બિજ કરી રહ્યા હતા. તેમણે અને મહિલા એસપી સંગીતા મળીને લોકોની ફરિયાદ સાંભળી રહ્યા હતા. દસ જેવી ફરિયાદો બાદ જ્યારે રાજ્યમાં દારૂની બેરોક ટોક પર વેચાણનો મુદ્દો આવ્યો તો પોલિસ અને સરકાર આમને સામને આવી ગઇ. જે વિષે વધુ જાણો નીચેના ફોટો સ્લાઇડરમાં.

દારૂ વિવાદ

દારૂ વિવાદ

લોક ફરિયાદમાં જ્યારે દારૂનો મુદ્દો ઉઠ્યો તો સ્વાસ્થ મંત્રી અનિલ વિજ આ અંગે પાસે બેઠેલી એસપી સંગીતા કાલિયાને પૂછ્યું કે દારૂનું વેચાણ કેમ બંધ નથી થઇ રહ્યું? તો એસીપીએ કહ્યું કે અમે કાર્યવાહી કરી રહ્યા છે. અને આ અંગે 2500 જેટલા કેસ પણ દાખલ છે.

મંત્રીજીનો રૂઆબ

મંત્રીજીનો રૂઆબ

તો સામે અનિલ વિજે કહ્યું કે તો પછી અવૈધ દારૂ કેવી રીતે વેચાય છે. એસીપીએ કહ્યું કે તસ્કર જમાનત કરાવી બહાર નીકળી ફરી દારૂ વેચે છે. તો મંત્રીજી કહ્યું કે દારૂના વેચાણને રોકવું તમારી જવાબદારી છે.

મહિલા એસીપીનો જવાબ

મહિલા એસીપીનો જવાબ

તો એસીપીએ જવાબ આપ્યો કે સર અમે કોઇને જાનથી તો નથી મરી શકતાને. તો વિજે કહ્યું કે પોલિસ જ દારૂ વેચાવી રહી છે તો એસપી કહ્યું કે દારૂ અમે નહીં સરકાર વેચાવે છે. અને સરકાર ઠેકેદારોને લાયસન્સ આપે છે. બસ આ વાત સાંભળી મંત્રીજી લાલગુમ થઇ ગયા.

મંત્રીજી કહ્યું ગેટ આઉટ

મંત્રીજી કહ્યું ગેટ આઉટ

વાત સાંભળીને મંત્રીજી એવા તો ભડક્યા કે મહિલા એસપીને બેઠક છોડીને જવાનું કહ્યું તો મહિલા એસપીએ પણ સણસણતો જવાબ આપતા કહ્યું કે હું એક સરકારી ઓફિસર છું અને હું અહીંથી નહીં જઉં. તો વીજ પોતે જ ઊભા થઇને જતા રહ્યા.

મંત્રીજીની ચીમકી

જો કે જતા જતા મંત્રીજી કહ્યું કે જ્યાં સુધી આ મહિલા એસપી સંગીતા કાલિયા ફતેહાબાદમાં એસપી તરીકે છે ત્યાં સુધી તે કષ્ટ નિવારણ સમિતિમાં નહીં આવે. જો કે તે બાદ મહિલા એસપી જ આગળની તમામ ફરિયાદો સાંભળી.
તો જુઓ આ આખી ધટનાનો આ વીડિયો...

English summary
Fatehabad Now Anil vij clashed with lady sp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X