For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માછિલમાં શહીદના પિતાએ કહ્યુ દીકરાની મોતનો બદલો લેવામાં આવે

માછિલમાં પાકિસ્તાનના હાથે શહીદ થયેલા રાઇફલમેન પ્રભુસિંહના પિતાએ કહ્યું કે દીકરાની મોતનો બદલો પાકિસ્તાન સામે લેવામાં આવે. મંગળવારે આતંકવાદીઓ સામે એનકાઉંટરમાં શહીદ થયા હતા પ્રભુ સિંહ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

માછિલમાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાએ પોતાના ત્રણ જવાનો ખોઇ દીધા. આ ત્રણ શહીદોમાંથી એક હતા રાઇફલમેન પ્રભુ સિંહ. તેમના પિતાએ સરકારને કહ્યું છે કે તેઓ પાકિસ્તાન સાથે બદલો લે.

જમ્મૂ કાશ્મીરના માછિલમાં ત્રણ જવાન શહીદ, મૃતદેહ સાથે બર્બરતાજમ્મૂ કાશ્મીરના માછિલમાં ત્રણ જવાન શહીદ, મૃતદેહ સાથે બર્બરતા

machhil

મોતનો બદલો લે સરકાર

પ્રભુ સિંહના પિતાએ ન્યૂઝ એજંસી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને એ વાતનો ગર્વ છે કે તેમના દીકરાએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો પરંતુ એ વાતનું દુખ છે કે પ્રભુ તેમનો એકનો એક દીકરો હતો.
તેમણે પોતાનું દુખ વર્ણવતા તેમણે કહ્યું કે હવે ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપવો જોઇએ. તેમણે માંગ કરી કે હવે પાક સામે તેમના દીકરાની મોતનો બદલો લેવામાં આવે.

machhil

પાકને જડબાતોડ જવાબ આપવાનું વચન

જે ત્રણ જવાન માછિલમાં શહીદ થયા છે તેમાંથી એક જવાનના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો હતો. ભારતીય સેના તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ કે પાકને આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

machhil

ઘટનાનો વિરોધ

ભારતે પણ પાકિસ્તાન સામે આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો છે. પાકની રાજધાની ઇસ્લામાબાદ સ્થિત હાઇ કમિશનમાં તૈનાત ડેપ્યુટી હાઇ કમિશનર જે પી સિંહે આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે પાકના આ કૃત્યને ભડકાઉ ગણાવ્યુ છે.

machhil

અત્યાર સુધીમાં 14 શહીદ

આ મહિનાની અંદર જવાનના મૃતદેહને વિકૃત કરવાની આ બીજી ઘટના છે. આ પહેલા ઓક્ટોબરમાં 30 વર્ષીય જવાન મનદીપ સિંહના મૃતદેહ સાથે પણ આ પ્રકારનું કામ પાકે કર્યુ હતુ. 29 સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાન તરફથી 280 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ. પાક તરફથી થઇ રહેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં 14 સુરક્ષા જવાનો શહીદ થઇ ચૂક્યા છે.

English summary
Father of slain Soldier who martyred in Machil asks to rake revenge from Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X