For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની આલોચના કરનાર કર્મચારીઓ પર થશે કાર્યવાહી

હાલમાં જ જીએસટી બિલ પર નાણાં મંત્રીનો વિરોધ થયા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે, જેની અવગણના કરતાં કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

નોટબંધી ના નિર્ણય બાદ સતત આલોચનના સામનો કરી રહેલાં નાણાંકીય વિભાગે કર્મચારીઓને સરકારી કામકાજ અને નીતિઓની આલોચના કરવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. નાણાં વિભાગે કર્મચારીઓને સરકારની આલોચના કરી તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની ચીમકી આપી છે. હાલમાં જીએસટી બિલ અંગે નાણાં મંત્રી નો વિરોધ કરવાની ઘટના સાથે આ નિર્ણયને જોડવામાં આવી રહ્યો છે.

ministry of finance

કેન્દ્રિય ઉત્પાદન અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઇસી) ના કર્મચારીઓનું નેતૃત્વ કરતાં એસોસિએશનોએ ગૂડ્સ એ્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર નાણાં મંત્રી અરુણ જેટલી ની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદનાં નિર્ણયોનો વિરોધ કર્યો હતો. હવે પછીથી આ વી કોઇ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પણ આ આદેશ લેવાયો હોવાનું કહેવાઇ રહ્યું છે. આ આદેશમાં સરકારની આલોચના બદલ કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની વાત કરવામાં આવી છે. આ નિયમો હેઠળ કોઇ પણ સરકારી કર્મચારી સરકારની કોઇ પણ નીતિઓ પર મીડિયામાં કોઇ એવું નિવેદન નહીં કરી શકે, જે સરકારી નીતિના સમર્થનમાં ન હોય.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રાજસ્વ સેવા (કેન્દ્રિય ઉત્પાદન અને કસ્ટમ્સ બોર્ડ), ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ગજેટેડ એક્ઝિક્યૂટિવ ઓફિસર્સ, ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ એક્સાઇઝ ઇંસ્પેક્ટર્સ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ મિનીસ્ટ્રીયલ એસોસિએશને હાલમાં જ જીએસટી પરિષદના નિર્ણયોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, જેમાં નાણાંમંત્રીની આલોચના પણ કરવામાં આવી હતી.

અહીં વાંચો - બજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટનું મુખ્ય મુદ્દા, જાણો અહીંઅહીં વાંચો - બજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટનું મુખ્ય મુદ્દા, જાણો અહીં

English summary
Finance Ministry warns staff, do not criticize government policies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X