For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસિક કુંભ મેળામાં પહેલું શાહી સ્નાન, જાણો શું છે મહત્વ

|
Google Oneindia Gujarati News

નાસિક: નાસિક-ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભ મેળો ચાલી રહ્યો છે. જેમાં રક્ષાબંધન અને પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રથમ શાહી સ્નાન થયું. આ અવસર પર લાખો લોકોએ સંગમ સ્થાન પર શ્રદ્ધાની ડુબકી લગાવી હતી. નાસિક દંડકર્ણયનો એક ભાગ છે. કહેવામાં આવે છે કે ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રહ્યાં હતા.

ત્ર્યંબકેશ્વરમાં 12 જ્યોર્તિલીંગમાંથી એક જ્યોર્તિલીંગ આવેલું છે. ગોદાવરી નદી બ્રહ્મગીરીના પર્વતોથી નીકળીને અહીંથી પસાર થાય છે. આ કુંભમાં વૈષ્ણવ અખાડો અને શૈવા અખાડો અલગ અલગ સ્નાન કરે છે. જ્યારે પ્રયાગ, ઉજ્જૈન અને હરિદ્વારમાં સાથે સ્નાન કરે છે.

જ્યોતિષ મહત્વ

જ્યોતિષ મહત્વ

કુંભની સ્થિતિ ગ્રહો નક્ષત્રોની સ્થિતિ પર નિર્ભર કરે છે. વેદો મુજબ સુર્ય જીવનનો સ્રોત છે જ્યારે ચંદ્ર મગજનો કારક હોય છે. બૃહસ્પતિ બધાં જ ભગવાનના ગુરૂ છે. દરેક બાર વર્ષે ગુરૂ રાશિ પરિવર્તન કરે છે. અને એટલે જ દરેક સ્થાન પર કુંભનું આયોજન 12 વર્ષે કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ તિથિ

મહત્વપૂર્ણ તિથિ

14 જૂલાઈ-રામકુંડમાં ધ્વજારોહણ
19 ઓગસ્ટ-સાધુગ્રામમાં અખાડાનું ધ્વજારોહણ
26 ઓગસ્ટ-શ્રાવણ સાધુ પ્રથમ સ્નાન
29 ઓગસ્ટ-પહેલું શાહી સ્નાન
13 સપ્ટેબરે-બીજુ શાહી સ્નાન
18 સપ્ટેબરે-ત્રીજુ શાહી સ્નાન
25 સપ્ટેબરે-ભાદ્રપદ શુક્લ અને વામન દ્વાદશી સ્નાન

શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

કુંભમાં સ્નાનનું અનેરૂ મહત્વ છે. નાસિકમાં સ્નાન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.

નાગા બાવા

નાગા બાવા

કુંભમાં નાગા બાવા વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

રક્ષાબંધન

રક્ષાબંધન

રક્ષાબંધન અને પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર નાસિકમાં સાધુ સંતો, અને લોકોની વિશેષ ભીડ જોવા મળી હતી.

English summary
Kumbh Mela at Nasik is going on. First Shahi Snan took place on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X