For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખર્જી-મોદી માટે પોતાની પ્રિય ‘બીસ્ટ’ છોડી દેશે ઓબામા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી : અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું અધિકૃત વાહન છે બીસ્ટ. જનરલ મોટર્સનું વાહન બીસ્ટ તમામ પ્રકારના આધુનિક શસ્ત્ર-સરંજામથી યુક્ત છે અને તે ઓબામાને ખૂબ જ પસંદ છે, પરંતુ ઓબામા ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બીસ્ટને એક દિવસ માટે છોડવા તૈયાર થઈ ગયાં છે.

obamat-to-ditch-his-beast

લિમોઝિનમાં ઓબામા
જાણવા મળે છે કે જ્યારે બરાક ઓબામા આવતા સોમવારે રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસ સમારંભનો ભાગ બનશે, ત્યારે તેઓ પોતાના અધિકૃત વાહન બીસ્ટના સ્થાને પ્રણવ મુખર્જી સાથે તેમની લિમોઝિનમાં બેસીને સમારંભ સ્થળ સુધી આવશે.

સમગ્ર રાજપથના ઍરસ્પેસ પર રડાર વડે નજર રાખવામાં આવશે. ઓબામા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે કે જેઓ ભારતીય પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવી રહ્યાં છે.

સૂત્રોની માનીએ તો ઓબામા આ દરમિયાન પોતાની ગાડી બીસ્ટના સ્થાને તે બુલેટ પ્રૂફ લિમોઝિનમાં આવશે કે જે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માટે નક્કી કરાઈ છે. જો આમ થાય, તો ઓબામા પહેલા એવા રાષ્ટ્રપતિ બની જશે કે જેઓ પોતાની ગાડીને એક દિવસ માટે હાસિયે ધકેલી દેશે.

25મીએ પહોંચશે ભારત
પ્રજાસત્તાક દિવસ પ્રસંગે એક મલ્ટી એજંસી કંટ્રોલ રૂમ બનાવાયું છે કે જે દિલ્હીના દરેક વિસ્તાર પર નજર રાખશે. ઓબામાના ભારત પ્રવાસને ધ્યાનમાં લઈ દેશ ભરમાં સલામતીના ચાંપતા બંદોબસ્ત કરાયા છે અને હાઈ ઍલર્ટ અગાઉથી જ જાહેર કરી દેવાયું છે. ઓબામા 25મી જાન્યુઆરીના રોજ પત્ની મિશેલ ઓબામા સાથે ભારત પહોંચશે.

ઓબામાની સલામતીમાં તહેનાત સીક્રેટ સર્વિસ એજંટ્સ અગાઉથી જ દિલ્હી અને આગરા પહોંચી ચુક્યાં છે. તેમણે રાજપથ તથા દિલ્હીના બાકીના વિસ્તારોના તમામ એવા રસ્તાનો સર્વે પણ કરી લીધો છે કે જ્યાંથી ઓબામાનો કાફલો પસાર થવાનો છે.

રાજપથ પર પરેડ દરમિયાન ઓબામા, પ્રણવ મુખર્જી અને નરેન્દ્ર મોદી સાથે જ અન્ય વીવીઆઈપીઝ પણ હાજર રહેશે. ભારતની સેંટ્રલ સિક્યુરિટી એજંસીઓ તરફથી પોતાની કૅટ સ્ક્વૉડ ઠેક-ઠેકાણે તહેનાત કરાઈ ચુકી છે.

English summary
First time Barack Obama may ditch his beast and it is for India. Reports are coming in which this is being said that while attending Republic Day parade he would accompany President Pranab Mukherjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X