For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર થઇ માછલીઓની વર્ષા

|
Google Oneindia Gujarati News

મુંબઇ-પૂણે હાઇવે પર સોમવાર બપોરે માછલીઓનો વરસાદ થવા લાગ્યો. સાંભળવામાં અજીબ લાગતી આ વાત નજરે જોનારા માટે ખરેખરમાં એક અજૂબા સમાન હતી. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ આ સમાચાર ચર્ચામાં રહ્યા હતા. અને રસ્તામાં પડેલી મોટી મોટી માછલીઓની તસવીરો પણ વાયરલ થઇ હતી.

સોશ્યલ મીડિયાની આ તસવીરોમાં લોકો મુંબઇ પૂણે હાઇવે પર પડી રહેલી માછલીઓને ઉઠાવતા નજરે પડી રહ્યા હતા. લોકોનું કહેવું હતું કે કેટલાય કિમી સુધી રસ્તા પર આ રીતે માછલીઓ પડેલી હતી. અને લોકોએ રસ્તામાં ગાડીઓ રોકીને આ માછલીઓને ઉઠાવી હતી.

mumbai

કેટલાક લોકોએ આ સમગ્ર ધટનાનો વીડિયો પણ બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જો કે અધિકૃત રીતે સ્થાનિક પ્રશાસન દ્વારા આ અંગે કોઇ પૃષ્ઠિ નથી કરવામાં આવી. નોંધનીય છે કે આવું પહેલી વાર નથી થઇ રહ્યું આ પહેલા પણ જૂન 2015માં માછલીઓનો આવો વરસાદ આંધ્રપ્રદેશના વિજયવાડાના ગોલમુંડી ગામમાં થયો હતો.

English summary
Fish Rain on Mumbai-Pune Expressway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X