For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ ઇબ્રાહિમ પર એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ

|
Google Oneindia Gujarati News

મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના આત્મસમર્પણની ખબરોએ એક વાર ફરી મીડિયાને હચમચાવી દીધું. મીડિયા રિપોર્ટનું માનીએ તો દાઉદ 1994માં આત્મસમર્પણ કરવા માંગતો હતો. પણ ભારતના વરિષ્ઠ અધિકારીઓએ તેને આવું કરવા ના દીધું.

ત્યારે આ ખબરમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવું જરૂરી બની જાય છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા સીડી સહાય સાથે વનઇંડિયાએ આ મામલે એક્સક્લુઝિવ વાત કરી. ત્યારે આ વાતચીતના કેટલાક અંશ અમે તમને આજે કહીશું. જુઓ આ ઇન્ટરવ્યૂનો આ ફોટો સ્લાઇડર.

શું દાઉદના આત્મસમર્પણની ખબર પ્રાસંગિક છે?

શું દાઉદના આત્મસમર્પણની ખબર પ્રાસંગિક છે?

આપણે હાલ તેવા વિષય પર વાત કરી રહ્યા છે જે પહેલા બની ગયો છે. શું એક ભગોડાના આત્મસમર્પણની વાતને આવી રીતે લોકોને વચ્ચે રજૂ કરવી જોઇએ? તેના માટે ઉચ્ચ સ્તરે અનેક લોકોને આ ખબરથી માહિતગાર કરવાની જરૂર છે. પણ હા જો તે આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો તો તેને આ યોગ્ય નિર્ણય લીધો હોત.

શું પાકિસ્તાન રાજી થાત?

શું પાકિસ્તાન રાજી થાત?

જો દાઉદ ખરેખરમાં આટલી સરળતાથી આત્મસમર્પણ કરવા ઇચ્છતો હોત તો આ પણ સવાલ ઉભો થાત કે શું પાકિસ્તાન રાજી થાત? વધુમાં તેના આત્મસમર્પણ માટે તેને પાકિસ્તાનથી પણ અનુમતિ લેવી પડે કારણ કે તે હાલ તેના દેશમાં છે. વધુ, તે પછી બન્ને દેશો આત્મસમર્પણની શરતો પર રાજી પણ થવા જોઇએ. જો કે દેખીતી રીતે આ બધુ તેટલું સરળ નથી.

દાઉદ કૂટનીતિક રીતે આગળ આવ્યો છે

દાઉદ કૂટનીતિક રીતે આગળ આવ્યો છે

તે બધાને ખબર છે કે દાઉદનો બિઝનેસ પાકિસ્તાનમાં સુપર સ્પીડે વિકસી રહ્યો છે. વધુમાં દાઉદે આઇએસઆઇની શરણ લીધી છે. બન્ને વચ્ચે લાંબા સમયથી ડિલ થઇ છે. પણ દાઉદ હવે પાકિસ્તાન માટે કૂટનીતિક હથિયાર બની ગયો છે. અને આ હથિયાર ખાલી ભારત જ નહીં અન્ય દેશો માટે પણ છે. દાઉદ પાસે રોકડ રકમ બહુ છે. અને તે જ પૈસા આઇએસઆઇના કામમાં આવી રહ્યો છે. આજ કારણે દાઉદની આઇએસઆઇ આટલી મદદ કરે છે.

શું દાઉદ હાલ પણ પાકિસ્તાનમાં છે?

શું દાઉદ હાલ પણ પાકિસ્તાનમાં છે?

દાઉદ બીજે ક્યાં હોઇ શકે. પૂરી દુનિયાને ખબર છે કે તે પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનનું કૂટનીતિક હથિયાર છે. જેને પાકિસ્તાન ભૂલથી પણ નહીં ખોવે. દાઉદને લાહૌરમાં અનેક સુવિધા પ્રાપ્ત છે. અને તે અનેક વાર કરાંચી અને લાહોરની વચ્ચે આવતો જતો રહે છે.

English summary
Former RAW chief says Dawood is a enjoying the privilege in Pakistan and its irrelevant to discuss his surrender proposal which was in 90s.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X