For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની 10 દિવસની વિદેશ યાત્રાની 10 સિદ્ધિઓ પર એક નજર

|
Google Oneindia Gujarati News

ટોરંટો, 17 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસ બાદ સ્વદેશ આવવા માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રા ઘણા અંશે સફળ માનવામાં આવી રહી છે. ફ્રાંસ, જર્મની, અને કેનેડા ત્રણેય દેશોની યાત્રાઓથી ભારતને ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે.

વડાપ્રધાન મોદીએ ખુદ કેનેડામાં પોતાના છેલ્લા સંબોધનમાં જણાવ્યું કે જે છેલ્લા 40 વર્ષમાં નથી થઇ શક્યું તે આ 10 દિવસોની યાત્રા દરમિયાન થઇ ગયું છે. આ ભારતની દુનિયાભરમાં બદલાતી છબીના કારણે જ સંભવ થઇ શકે છે. વડાપ્રધાન મોદી કેનેડામાં જબરદસ્ત સંખ્યામાં ભારતીય મૂળના લોકો સાંભળવા માટે આવ્યા હતા, જે વિદેશમાં તેમની લોકપ્રિયતાને સાબિત કરે છે.

આવો એક નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 દિવસની 3 દેશોની યાત્રાઓ પર અને તેના દ્વારા હાસલ થયેલી સિદ્ધિ પર...

ફ્રાંસથી શરૂ થયો 36 રાફેલનો કરાર

ફ્રાંસથી શરૂ થયો 36 રાફેલનો કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાંસમાં મોટી સફળતા એ મળી કે અત્રે 36 રાફેલ યુદ્ધ વિમાનનો કરાર થયો. આ વિમાનથી ભારતની શક્તિમાં જબરદસ્ત વધારો થશે.

કેનેડા સાથે થયો યૂરેનિયમ કરાર

કેનેડા સાથે થયો યૂરેનિયમ કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેનેડા સાથે યૂરેનિયમ કરાર કરવામાં ઘણી મોટી સફળતા હાથ લાગી છે. કેનેડા ભારતને આવનારા 5 વર્ષ સુધી યૂરેનિયમની સપ્લાઇ કરશે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં મળી શકે છે સ્થાઇ સીટ

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં મળી શકે છે સ્થાઇ સીટ

વડાપ્રધાન મોદીએ ભારતના સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સ્થાયી સીટના હકમાં જણાવ્યું. તેમણે જણાવ્યું કે તે દિવસો ગયા જ્યારે ભારત પોતાના અધિકારોની ભીખ માંગતું હતું. તે અમારો હક છે અન તે અમને મળવો જોઇએ.

મેક ઇન ઇન્ડિયાને જબરદસ્ત સમર્થન

મેક ઇન ઇન્ડિયાને જબરદસ્ત સમર્થન

વડાપ્રધાન મોદી મેક ઇન ઇન્ડિયા અભિયાનનો દરેક દેશમાં પ્રચાર કરી રહ્યા છે. સાથે જ આ અભિયાનને લઇને ઘણા દેશોના ઉદ્યોગપતિઓએ પોતાના રસ દાખવ્યા છે. જ્યારે જર્મનીના હૈનોવર મેળામાં ભારતને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં પરમાણુ પરિયોજના પર ફ્રાંસ કરશે મદદ

મહારાષ્ટ્રમાં પરમાણુ પરિયોજના પર ફ્રાંસ કરશે મદદ

ફ્રાંસની સાથે ભારતે એક મોટો પરમાણું કરાર કર્યો છે. ફ્રાંસની સાથે એક કરાર થયો છે જે હેઠળ ફ્રાંસ મહારાષ્ટ્રના જૈતાપુરમાં પરમાણુ પરિયોજના પર કામ કરવાનો કરાર કર્યો છે.

17 મુદ્દાઓ પર બની સહમતી

17 મુદ્દાઓ પર બની સહમતી

આ તમામ ઉપરાંત 17 અન્ય મહત્વના મુદ્દાઓ પર ફ્રાંસ સરકાર અને ભારત સરકારની વચ્ચે 17 મહત્વ ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપના પ્રથમ પીએમ

દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપના પ્રથમ પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. મોદીએ ફ્રાંસના ન્યૂવે ચેપેલ સ્મારક પહોંચીને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

ફ્રાંસ કરશે ભારતમાં 2 બિલિયન યૂરોનું રોકાણ

ફ્રાંસ કરશે ભારતમાં 2 બિલિયન યૂરોનું રોકાણ

ફ્રાંસના પ્રવાસ દરમિયાન મોદીને એક મોટી સફળતા મળી કે ફ્રાંસ સરકાર આવનારા સમયમાં ભારતમાં 2 મિલિયન યૂરોનું રોકાણ કરશે.

ફ્રાંસ બનાવશે ભારતમાં સ્માર્ટ સિટી

ફ્રાંસ બનાવશે ભારતમાં સ્માર્ટ સિટી

જ્યારે ફ્રાંસના પ્રવાસ દરમિયાન ફ્રાંસ સરકારે ભારતના નાગપુર અને પોંડિચેરીને સ્માર્ટ સિટી બનાવવામાં ભારતને મદદ કરશે. વડાપ્રધાન મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે.

ફ્રાંસ ભારતમાં બનાવશે રક્ષા ઉપકરણ

ફ્રાંસ ભારતમાં બનાવશે રક્ષા ઉપકરણ

જ્યારે રક્ષાક્ષેત્રમાં ફ્રાંસમાં રોકાણ કરવા માટે તૈયાર થઇ ગયું છે. ફ્રાંસની કંપનીઓ ભારતમાં રક્ષા ઉપકરણનું નિર્માણ કરશે.

English summary
PM Modi is returning to India after his 3 countries foreign visit, here are the 10 big achievements of PM Modi's 10 days foreign trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X