For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોરખધામ એક્સપ્રેસ પેસેંજર ટ્રેન દુર્ઘટનામાં 10ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 26 મે: ગોરખધામ એક્સપ્રેસ ટ્રેન સવારે 12 વાગે બસ્તી જિલ્લાના નજીક સામેથી આવી રહેલી એક પેસેંજર ટ્રેન સાથે ટકરાઇ ગઇ. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર જ 10થી વધુ યાત્રીઓના મોત નિપજ્યા જ્યારે ડઝનો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. અત્યાર સુધી ઉત્તર રેલવેનો કોઇ મોટો અધિકારી અને રક્ષા દળ ઘટનાસ્થળે પહોંચી શક્યું છે.

દુર્ઘટનાગ્રસ્ત ત્રણ કોચ અને એન્જિનને ભારે નુકશાન થયું છે. ત્રણ એસી ડબ્બા પણ પલટી ખાઇ ગયા છે. ઘણી ટ્રેન બસ્તી, મનકાપુર, ગોંડા, ખલીલાબાદ વગેરે સ્ટેશન પર અટકાવી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના કેટલાક ડબ્બા આગળના કોચ પર ચડી ગયા. કહેવામાં આવ્યા છે કે અત્યાર સુધી ડઝનો યાત્રી ટ્રેનોમાં ફસાયેલા છે. જેમણે અન્ય બીજા યાત્રીઓ દ્વારા બહાર નિકાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

train-accident-basti

ઉત્તર પ્રદેશ રેલવે વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર જો અકસ્માત થયો તો તેમાં નિશ્વિત રીતે સિગ્નલ મેનની ગણવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પેસેંજર ટ્રેનને હંમેશા મેન ટ્રેક પરથી હટીને લૂપ લાઇનમાં જ કરવામાં આવે છે પરંતુ આમ થયું નહી. જે પાટ પર ગોરખપુરધામ એક્સપ્રેસ દોડી રહી હતી તે પાટા પર જ સિગ્નલ મેનની ભૂલના લીધે પેસેંજર ટ્રેન પણ ઉભી હતી. પાછળથી આવી રહેલી એક્સપ્રેસ ટ્રેને એટલી ઝડપથી પેસેંજર ટ્રેનને ટક્કર મારી કે પાછળના લગભગ 7-8 ડબ્બા એકબીજા પર ચઢી ગયા. રેલવે સૂત્રોના અનુસાર 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રેલવે હેલ્પલાઇન ગોરખપુર- 0551-22048930551-2204893

You'll need Skype CreditFree via Skype
English summary
Gorakhdham Express collides near basti. More than 10 passengers killed in this train accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X