For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બ્લેકમની એકાઉન્ટ હોલ્ડરના નામ કરશે ઉજાગર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: લોકસભા ચૂંટણીમાં બ્લેકમનીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન તાક્યું હતું. પરંતુ તાજેતરમાં જ અરૂણ જેટલીના બ્લેકમની ખાતાધારકોના નામ નહી બતાવવાને લઇને આપેલા નિવેદન વિપક્ષી દળોએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને વિપક્ષીઓને અકરો જવાબ આપવાનું મન બનાવી લીધું છે. સૂત્રોનું માનીએ તો મંત્રીપરિષદની બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓ સાથે કેટલાક લોકોના નામ જેમનું વિદેશોમાં કથિત રીતે કાળુનાણું જમા છે સુપ્રીમ કોર્ટને જણાવશે.

સુપ્રીમ કોર્ટમાં તે લોકોના નામ બતાવવામાં આવશે તેમના વિરૂદ્ધ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર વડાપ્રધાનમંત્રીએ દિવાળી પહેલાં પોતાના મંત્રીઓને ડિનર બોલાવ્યા હતા જેમાં તેમણે કાળાનાણાને લઇને કેટલાક ખાતેદારોના નામ ઉજાગર કરવાની વાત કહી હતી. આ અવસર પર કેટલાક કેબિનેટ સ્તરના મંત્રી સહિત શિવસેનાના એકમાત્ર મંત્રી અનંત ગીતે પણ હાજર હતા.

narendramodi-copy

ચૂંટણીના માહોલમાં કાળાધનને લઇને જોરદાર સરકાર પર હુમલો કરનાર ભાજપ માટે બ્લેકમની એકાઉન્ટ હોલ્ડરના નામ ઉજાગર કરવાનું ભારે દબાણ છે. જેને ધ્યાનમાં રાખતાં સરકારે આ નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સંબંધિત દેશો સાથે થયેલા કરાર હેઠળ બ્લેકમની જમા કરાવનારાઓના નામ સાર્વજનિક રીતે ઉજાગર ન કરી શકાય પરંતુ તપાસ એજંસીઓને નામ આપવામાં આવી શકે છે. ત્યારબાદ સરકાર પર રાજકીય વિરોધીઓએ આ સરકારનો યૂ ટર્ન ગણાવતાં જોરદાર હુમલો કર્યો હતો.

બીજી તરફ નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમને નામોને સાર્વજનિક કરવામાં કોઇ વાંધો નથી, પરંતુ તેમને કાનૂની પ્રક્રિયા હેઠળ જ સાર્વજનિક કરવામાં આવી શકે છે. તેના માટે તેમણે કોંગ્રેસ સરકાર દ્વારા 1995માં ડીટીએએ (બેવડા ટેક્સેશન એવોઇડન્સ સંધિ)નો હવાલો આપી દિધો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર દ્વારા વિદેશો સાથે કરવામાં આવેલા કરારના લીધે નામોને ઉજાગર કરવામાં સરકારને સમસ્યા આવી રહી છે. સૂત્રોનું માનીએ તો જેનેવાના એચએસબીસી બેંકમાં 700 ભારતીયોના ખાતા છે.

English summary
Central government is preparing to disclose the name of black money account holder of Indian in abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X