For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનું ખર્ચ કાપ અભિયાન શરૂ, ફર્સ્ટ ક્લાસ યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: સરકારે બિન યોજના ખર્ચમાં 10 ટકાનો કાપ માટે ખર્ચમાં ઘટાડાની શરૂઆત કરી છે. અમલદારો પર પ્રથમ શ્રેણીમાં વિદેશ યાત્રા પર પ્રતિબંધ લગાવી દિધો છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોંફ્રેસિંગનો ઉપયોગ કરે.

રાજકોષીય નુકસાને નાણાંકીય વર્ષ 2014-15માં 4.1 ટકા સુધી સીમિત રાખવાના ઉદ્દેશ્યથી નાણાંમંત્રાલયએ અધિકારીઓ પર ફાઇવ સ્ટાર હોટલોમાં બેઠક આયોજિત કરવા પર પાબંધી લગાવી દિધી અને એક વર્ષથી ખાલી પડેલા પદોને ભરવા તથા નવી નિમણૂકો પર પાબંધી લગાવી દિધી.

એક આધિકારીક નોટમાં કહેવામાં આવ્યું કે અધિકારીઓને વરિષ્ઠતાના આધારે વિભિન્ન શ્રેણીમાં હવાઇ યાત્રા કરવાની સુવિધા પ્રાપ્ત છે પરંતુ તેની પસંદગી કરતાં બજેટ સીમાને ધ્યાનમાં રાખતાં મિતવ્યયિતા વર્તવાની જરૂર છે. જો કે ફર્સ્ટ ક્લાસમાં કોઇ બુકીંગ થશે નહી. નાણામંત્રાલયે કહ્યું કે વીડિયો કોંફ્રેસિંગની સુવિધાનો ઉપયોગ પ્રભાવી રીતે કરી શકાય.

modi

મંત્રાલયે કહ્યું કે રક્ષા બળો, અર્ધસૈનિકો બળો અને સુરક્ષા સંગઠનોની ઓપરેશનલ અનિવાર્યતાઓ પુરી કરવા માટે નવા વાહનોની ખરીદની મંજૂરી છે પરંતુ અન્ય વાહનોની ખરીદી પર પ્રતિબંધ યથાવત રહેશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી પહેલોનો ઉદ્દેશ્ય છે કે સરકારની ઓપરેટિંગ ક્ષમતાને પ્રભાવિત કર્યા વગર રાજકોષીય અનુશાસનને પ્રોત્સાહન આપવું. હાલની રાજકોષીય સ્થિતિ મુજબ ખર્ચને તર્કસંગત રાખવા અને ઉપલબ્ધ સાધનોનો વધુ ઉપયોગ કરવાની જરૂરિયાત છે.

સરકારે રાજકોષીય નુકસાનને 2016-17 સુધી ત્રણ ટકા પર પ્રસ્તાવ કર્યો છે. રાજકોષીય નુકસાન 2011-12માં વધીને 5.7 ટકાના ઉચ્ચતમ સ્તરને અડકી ગયો હતો જેને ઓછા ખર્ચની પહેલના માધ્યમથી 2012-13માં 4.8 ટકા પર અને 2013-14માં 4.5 ટકા પર લાવવામાં આવ્યો છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મારી સામે મોટા પડકારરૂપ સ્થિતિ છે કારણ કે આપણે વૃદ્ધિ દર વિશેષ રીતે મેન્યુંફેક્ચરિંગ અને માળખાગત ક્ષેત્રને લીક પર લાવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે આપણે એ જોવાનું રહેશે કે લોકલોભામણા અને બેકાર ખર્ચોને ચાલુ રાખવામાં આવે કે નહી.

English summary
Indian Prime Minister Narendra Modi’s administration banned bureaucrats from first-class air travel and five-star hotels in announcing mandatory spending cuts to narrow the fiscal deficit to a seven-year low.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X