For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST બિલ લોકસભામાં થયું પસાર, PM કહ્યું નવું વર્ષ, નવું ભારત

જીએસટી બિલ પસાર થયા પછી પીએમ નરેન્દ્ર મોદી સમતે તમામ નેતાઓએ શું પ્રતિક્રિયા વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

આઠ કલાક ચાલેલી લાંબી ચર્ચા પછી જીએસટી બિલને લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં જીએસટી સાથે જોડાયેલા ચાર બિલો સેન્ટ્રલ જીએસટી, આઇજીએસટી, યૂટી-જીએસટી અને કોમ્પેન્સેશન જીએસટીના સંશોધનોની સાથે પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પસાર થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વિટરના માધ્યમથી આ અંગે શુભકામના આપતા કહ્યું કે નવું વર્ષ, નવો કાનૂન અને નવું ભારત! ત્યારે આ પર નાણાં પ્રધાનથી લઇને અન્ય નેતાઓની શું પ્રતિક્રિયાા હતી જાણો અહીં.

નાણાં પ્રધાન

નાણાં પ્રધાન

આ બિલના લોકસભામાં પસાર થયા પછી નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે અમે ઇતિહાસને બનતા જોઇ રહ્યા છે. કારણ કે તેનાથી પરોક્ષ કરવેરાને નવી સિસ્ટમ મળશે. જેટલી કહ્યું કે જીએસટી સાથે જોડાયેલા ચાર કાનૂનોને લોકસભામાં રજૂ કરીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. અને આગળ વધવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ છે. વધુમાં નાણાં પ્રધાને તે વાતનું આશ્વાસન આપ્યું કે તે ડેડલાઇન પહેલા આ કાનૂનને લાગુ કરી દેશે.

દેશની જીડીપીમાં થશે વધારો

દેશની જીડીપીમાં થશે વધારો

જીએસટી બિલ લોકસભામાં પસાર થયા પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે દેશના માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલ હતું. અને ખરેખરમાં તેના લાગુ થયા પછી ચોક્કસપણે દેશની જીડીપીમાં વધારો થશે.

વિરોધ પક્ષ

વિરોધ પક્ષ

કોંગ્રેસના વીરપ્પા મોઇલીએ જીએસટી બિલ પસાર થવા પર કહ્યું કે તે જીએસટી બિલનું સમર્થન કરે છે. પણ તેમના વિરોધનું કારણ છે જે રીતે તેને પસાર કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે આ મામલે કોંગ્રેસ પહેલેથી પોતાનો વિરોધ નોંધવતો આવ્યો છે.

પ્રજાને અપાશે જાણકારી

પ્રજાને અપાશે જાણકારી

નોંધનીય છે કે રેવેન્યૂ સેક્રેટરી એચ. અધિયાએ જીએસટી બિલ પર પ્રેસ કોન્ફર્ન્સ કરીને જણાવ્યું હતું કે દેશના લોકોથી અમે વાયદો કર્યો હતો કે જીએસટી લાગુ થવાના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા અમે આ કાનૂન વિષે તમામ જાણકારી સમગ્ર દેશવાસીને આપીશું.

English summary
GST Bill finally passed. A new law for a new India, says PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X