For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ જવાનોને ગાર્ડ ઑફ ઑનર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દહેરાદુન, 28 જૂન: ઉત્તરાખંડમાં કુદરતી તબાહી બાદ હવે સ્થિતી સામાન્ય થઇ રહી છે. સેનાએ પોતાના જીવની ચિંતા કર્યા વિના વિકટ પરિસ્થિતીમાં ફસાયેલા હજારો લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. હજુ સુધી કેટલાક લોકો બદ્રીનાથમાં ફસાયેલા છે તેમને નિકાળવા માટે કામ ચાલુ છે. આઇટીબીપી, સેના, વાયુસેનાના જવાનો તબાહી બાદ લોકોને સુરક્ષિત નિકાળ્યા હતા.

ખરાબ હવામાન અને વિકટ પરિસ્થિતી હોવાછતાં સેનાના જાંબાજ જવાનો રાહતકાર્યમાં જોડાયેલા છે. રાહત અને બચાવ કાર્ય દરમિયાન ગૌરીકુંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઇ હતી. વાયુસેનાનું એમઆઇ-17 હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બધા જ 20 જવાનો શહીદ થઇ ગયા હતા.

uttarakhand-slaute

શહીદ જવાનોને આજે દહેરાદુનમાં ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. લગભગ 12.30 વાગે દહેરાદુનમાં એક કાર્યક્રમનું આયોજન કરી શહીદ જવાનોને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ હાજર રહેશે. 25 જૂને સર્જાયેલા અકસ્માતમાં 9 એનડીઆરએફ કે, 6 આઇટીબીપીના ભારતીય વાયુસેનના પાંચ જવાનો શહીદ થયા હતા.

દહેરાદુનમાં શહીદ જવાનોના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે શહીદના પરિવારજનોની મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હેલિકોપ્ટર અકસ્માતમાં 20 જવાનોના મોત નિપજ્યાં હતા. તેમાં એક એનડીઆરએફના બસવરાજ તુલાસપ્પા છે, જે કર્ણાટકના જગાપુરનો રહેવાસી છે.

English summary
20 heroes, who were killed in helicopter crash during rescue operations in calamity-hit Uttarakhand, will be given a Guard of Honour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X