For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદથી પૂરનો કહેર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ/જયપુર, 29 જુલાઇ: ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં મૂશળાધાર વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વડોદરામાં ભારે વરસાદના પગલે કારો પણ પાણીમાં ડૂબી ગઇ. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગમાં પણ આવી જ સ્થિતિ છે.

હવામાન વિભાગે મંગળવારે જ ચેતાવણી આપી દીધી હતી કે પૂર્વ રાજસ્થાનમાં મૂશળાધાર વરસાદ ચાલુ રહેશે. જ્યારે દક્ષિણી રાજસ્થાનમાં આવનારા 72 કલાક દરમિયાન તથા ઉત્તરી રાજસ્થાનમાં 30 જુલાઇના રોજ ભારેમાં ભારે વરસાદની સંભાવના છે. વાસ્તવમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલું પ્રેશર ઘાઢ બની ગયું છે જે ત્રણ દિવસ સુધી બની રહેશે.

દમણ, દાદરમાં સ્થિતિ ખરાબ
હવામાન વિભાગ અનુસાર ગુજરાત, દમણ અને દીવ તથા નગર હવેલીમાં બુધવારે શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આશંકા છે. જ્યારે ભૂ-વિજ્ઞાન મંત્રાલયે ચેતાવણી આપી હતી કે ગુજરાત, દમણ, દાદર અને નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ તથા દીવમાં મંગળવારે અને બુધવારે ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની ચેતાવણી બાદ લગભગ એક હજાર લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશામાં વરસાદ
પૂર્વોત્તર બંગાળની ખાડી તથા બાંગ્લાદેશના તટીય વિસ્તારો તથા પશ્ચિમ બંગાળની ઉપર બનેલ એક અન્ય પ્રેશરના કારણે પશ્ચિમ બંગાળ તથા ઓડિશામાં આવાનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ તથા ઓડિશાના ભાગોમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદ થશે. જ્યારે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં છેલ્લા 24 કલાકોમાં સતત વરસાત થઇ રહ્યો છે.

વરસાદના પગલે સર્જાયેલી કેટલીક તસવીરો...

ગયુ અમદાવાદ પાણીમાં.

ગયુ અમદાવાદ પાણીમાં.

અમદાવાદમાં માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, અહીં સુધી રીક્ષાઓ પણ બંધ પડી ગઇ છે.

વાહનવ્યવહાર ખોરવાયો

વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદમાં વાહનવ્યવહાર ખોરવાયો, વાહનો બંધ થઇ ગયા.

રસ્તાઓ પર ભરાયા પાણી

રસ્તાઓ પર ભરાયા પાણી

અમદાવાદના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા, ઘરોમાં પણ ભરાયા પાણી.

બંગાળના વીરભૂમની સ્થિતિ

બંગાળના વીરભૂમની સ્થિતિ

આ છે બંગાળનું વીરભૂમ જ્યાની સ્થિતિ કંઇક આવી છે.

બંગાળના વીરભૂમમાં પૂર

બંગાળના વીરભૂમમાં પૂર

બંગાળના વીરભૂમમાં પૂરના કારણે ગામમાં પાણી ઘુસી ગયા હતા.

વીરભૂમના લોકો હેરાન-પરેશાન

વીરભૂમના લોકો હેરાન-પરેશાન

પૂરના કહેરના કારણે વીરભૂમના લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

ગયા અઠવાડિયે ઠાણેની સ્થિતિ

ગયા અઠવાડિયે ઠાણેની સ્થિતિ

ગયા અઠવાડિયે ભારે વરસાદના પગલે ઠાણેનો કંઇક આ હાલ હતો.

ઠાણેની ભયાનક તસવીર

ઠાણેની ભયાનક તસવીર

ઠાણેની આ તસવીર જોઇને આપ અંદાજ લગાવી શકો છો કે વરસાદના કારણે સ્થિતિ કેવી રહી હશે.

English summary
Western states of India Gujarat and Rajasthan have experienced heavy rainfall since yesterday. Many places have been flooded with rain water. Administration have announced high alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X