For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાસૂસી કેસમાં યુવતીના પિતાએ મહિલા પંચને લખ્યો પત્ર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 નવેમ્બર: મોદી સરકારના જાસૂસી કાંડમાં નવો વળાંક આવ્યો છે. જાસૂસીનો શિકાર બનેલી મહિલાના પિતાએ રાષ્ટ્રીય મહિલા પંચને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમની દિકરી આ મુદ્દે કોઇ તપાસ કરાવવા નથી માંગતી કારણ કે તેમની ગોપનીયતાને છતી કરવા નથી માંગતા.

પિતાએ રાષ્ટ્રીય મહિલા પંચ અને ગુજરાત મહિલા પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'આ મારી દિકરીની ગંભીર ઇચ્છા છે કે આગળની કોઇપણ તપાસ જરૂરી નથી, જેની જેવી રીતે રાજનૈતિક માંગ કરવામાં આવી રહી છે.'

amit shah
તેમણે બે પાનાના પત્રમાં જણાવ્યું છે કે 'મારી દિકરી તરફથી હું આપને વિનંતી કરુ છું કે મારા અનુરોધ પર જે પણ મદદ કરવામાં આવી તેની જાણકારી તેને પણ હતી અને તે તેના હિત અને સુરક્ષા માટે હતી. તેના ખાનગીપણાનું કોઇ ઉલ્લંઘન નથી થયું, જેવી રીતે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.'

તેમણે જણાવ્યું કે 'મારી પુત્રી વાસ્તુકાર અને શિક્ષિત છે, તે પરણિત છે અને પોતાની ખાનગી જીવનમાં અન્યોની ખલેલથી પરેશાન છે. તેના નામ અને તે ક્યાં છે તે અંગે લોકોને જાણ ના થાય. એ સુનિશ્ચિત કરવા માટે તેણે મારી પાસે તેના તરફથી આ પત્ર માનનીય પંચને લખવાનો અનુરોધ કર્યો છે.'

English summary
Gujarat snooping case: victim's father written letter to National Commission for Women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X