For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકે દેશભરના પટેલોને અનામત માટે એક થવા કરી હાકલ

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હી પહોંચેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે પોતાનું આંદોલન દેશભરમાં ફેલાવા માટે પટેલોને હાકલ કરી. સાથે જ હાર્દિકે પટેલ નવનિર્માણ સેનાની સત્તાવાર જાહેરાત પણ કરી. દિલ્હીમાં પત્રકારો સામે વાત કરતા હાર્દિક પટેલનો અંદાજ અહીં પણ તેજાબી જ રહ્યો હતા.

વધુમાં હાર્દિક આ પત્રકાર પરિષદમાં બિહાર ચૂંટણી માટે નીતિશકુમારને સમર્થન પણ જાહેર કર્યું. જો કે જ્યારે પત્રકારો દ્વારા આ સમર્થનને રાજકીય રમત ગણાવી ત્યારે તેમણે કહ્યું કે તેમણે નીતિશને રાજકીય રીતે નહીં પણ સમાજના હિતને ધ્યાનમાં રાખીને સર્મથન જાહેર કર્યું છે.

ત્યારે હાર્દિક પટેલ દિલ્હી ખાતેની આ પત્રકાર પરિષદમાં કયા કયા મુદ્દા અને સવાલોના કેવા કેવા જવાબ આપ્યા અને શું છે હાર્દિક પટેલની પટેલ નવનિર્માણ સેનાની આગળની રણનિતી તેના વિષે વિસ્તૃત અહેવાલ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બિનરાજકીય સંગઠન

બિનરાજકીય સંગઠન

હાર્દિક પટેલે દિલ્હી ખાતે આજે પટેલ નવનિર્માણ સેનાની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે આ સંગઠન બિનરાજકીય છે અને તે દ્વારા દેશભરના પાટીદારો પોતાના હક માટે લડાઇ લડશે.

નીતિશને સમર્થન

નીતિશને સમર્થન

બિહાર ચૂંટણી પહેલા પટેલ નવનિર્માણ સેનાએ નીતિશકુમારને સમર્થન આપ્યું. જો કે હાર્દિક આ સમર્થનથી સમાજને ફાયદો થશે તેવો રાગ આલાપ્યો.

શું આગળની રણનીતી

શું આગળની રણનીતી

હવે પટેલ નવનિર્માણ સેના ખાલી ગુજરાતમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી તેમ કુલ 15 રાજ્યમાં વસતા પાટીદાર, મરાઠા, કુર્મી અને ગુર્જન લોકોને એક છત્રની નીચે લાવશે.

ઓનલાઇન જોડાણ

ઓનલાઇન જોડાણ

વધુમાં હાર્દિક પટેલે કહ્યું આ આંદોલનમાં અત્યાર સુધી 8 લાખથી વધુ લોકો ઓનપેપર તેમની સાથે જોડાઇ ચૂક્યા છે. અને આ આંદોલનના સમર્થનમાં દરેક રાજ્યોમાં સમર્થન રેલીઓ પણ થશે.

95 ટકા પટેલોની છે દયનીય હાલત

95 ટકા પટેલોની છે દયનીય હાલત

ગુજરાતમાં પટેલો ખૂબ જ સદ્ધર છે તે મામલે હાર્દિક પટેલ જવાબ આપતા કહ્યું કે ખાલી 5 ટકા પટેલો જ સમુદ્ધ છે. બાકીના 95 ટકા પટેલો મીડલ ક્લાસ કરતા પણ નીચે દયનીય હાલતમાં જીવન પસાર કરી રહ્યા છે. તેણે કહ્યું કે પટેલોની હાલત કફોડી છે.

ગુજરાત પોલિસ અંગ્રેજો કરતા પણ ખરાબ છે

ગુજરાત પોલિસ અંગ્રેજો કરતા પણ ખરાબ છે

હાર્દિકે પોલિસ દમનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ગુજરાતની પોલિસે ઘરમાં ધૂસીને મા-બેન સામે ગાળો બોલી દમન કર્યું છે. ગુલામ ભારતમાં પણ અંગ્રેજો આવું દમન નથી કર્યું.

હાર્દિકે ઉચ્ચારી ચિમકી

હાર્દિકે ઉચ્ચારી ચિમકી

હાર્દિકે વળી આ પ્રસંગે ચમકી પણ ઉચ્ચારી કે પાટીદાર સમાજના કોઇ પણ વ્યક્તિને કંઇ પણ થયું તે અમે શાંખી નહીં લઇએ. અને તે તેનો જવાબ જરૂરથી આપશે

English summary
Hardik Patel Announce his party in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X