For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા બ્લોક ફાળવણી મામલે કેન્દ્ર સરકારને નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: કોલસા બ્લોક ફાળવણી માટે વટહુકમ લાવવા પર હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે આ આદેશ વટહુકમ વિરુદ્ધ પૂર્વ કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલની કંપની જેએસપીએલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરતા આપ્યો છે. અરજીમાં કોલસા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમના પ્રાવધાનોને પડકાર આફવામાં આવ્યો છે. પ્રાવધાનો હેઠળ છત્તીસગઢ અને ઓડિશામાં કોલસા બ્લોકથી નિકલનાર કોલસાના છેલ્લા ઉપયોગ પોલાદના સ્થાને વીજળી ક્ષેત્ર માટે કરવાની અનુમતિ આપવામાં આવી છે.

coal
જસ્ટિસ બીડી અહમદ અને સંજીવ સચદેવાની પીઠે જિંદલ સ્ટડી એંડ પાવર અને નવીન જિંદલની અરજીઓ પર સુનાવણી કરતા કોલસા મંત્રાલયને નોટીસ જારી કરીને એ જણાવવા કહ્યું છે કે કોલસાના અંતિમ ઉપયોગ કેમ અને ક્યાં બદલવામાં આવ્યો. મામલાની સુનાવણી દરમિયાન પૂર્વ સાંસદ જિંદલ ખુદ પણ હાઇકોર્ટમાં હાજર હતા. અરજીમાં મંત્રાલયના 18 ડિસેમ્બરના આદેશ અને કોલસા વટહુકમના પ્રાવધાનોને દરનિકાર કરવાની માંગ કરી છે. જેમાં સંબંધિત કોલસા બ્લોકના અંતિમ ઉપયોગને સ્ટીલના સ્થાને વીજળી કરી દેવામાં આવ્યો છે. હાઇકોર્ટે સરકાર પાસે 15 જાન્યુઆરી સુધી જવાબ આપવા જણાવ્યું છે.

જેએસપીએલ તરફથી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ઓડિશામાં પોલાદ યુનિટ અને છત્તીસગઢમાં સ્પંજ આયર્ન ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા માટે આ બંને રાજ્યોમાં કોલસા બ્લોક ફાળવણી કરવામાં આવી હતી. કોલસા બ્લોક ફાળવણી મોટા પાયા પર ધાંધલી સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટ અને 24 સપ્ટેમ્બર 2014ના રોજ તમામ ફાળવણીને રદ્દ કરી દીધી હતી. ત્યારબાદ સરકારે કોલસા ખાન વટહુકમ 2014 જારી કર્યું છે. આ વટહુકમ હેઠળ કેન્દ્ર સરકારને કોલસા બ્લોકને નિલામ કરવાનો અધિકાર છે.

English summary
HC sends notice to coal ministry on Jindal's plea against coal ordinance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X