For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સરકાર રચવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: દિલ્હીમાં સરકાર બનાવવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગઇકાલે ઉપ રાજ્યપાલે કહ્યું કે તે સરકાર બનાવવાના મુદ્દે બધા દળો સાથે વાતચીત કરશે. ઉપ રાજ્યપાલના આ પ્રસ્તાવ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે કોર્ટમાં સુનાવણી ટાળવા માટે પ્રસ્તાવ લઇને આવ્યા છે. ભાજપ આખા મુદ્દા પર બોલવાથી બચી રહી છે. હવે પ્રશ્ન ઉદભવે છે કે આખરે દિલ્હીમાં સરકાર કેવી રીતે બનશે? આ પહેલાં મંગળવારે કોર્ટે સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે લોકતંત્રમાં લાંબા સમય સુધી રાષ્ટ્ર્પાતિ શાસન યોગ્ય નથી.

દિલ્હીમાં સરકાર પર બુધવારે એલજી નજીબ જંગે નિવેદન આપતાં કહ્યું કે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ પર આગામી થોડા દિવસોમાં બધી પાર્ટીઓ સાથે વાત કરશે.

દિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવાની વાત કહેતાં ઉપ રાજ્યપાલ નજીબ જંગે બુધવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં લોકપ્રિય સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. જો કે ઉપ રાજ્યપાલ નજીબ જંગ આગામી થોડા દિવસો દરમિયાન બધા રાજકીય દળોના નેતાઓ સાથે વાત કરવાની સંભાવનાઓ શોધશે.

sc

દિલ્હી વિધાનસભાની હાલની સ્થિતિ
દિલ્હી વિધાનસભામાં હાલ 67 ધારાસભ્ય છે જેમાં ભાજપ પાસે 29, આમ આદમી પાર્ટીની પાસે 27, કોંગ્રેસની પાસે 8 અને અન્યની પાસે 3 ધારાસભ્ય છે. આ પ્રમાણે ભાજપ પાસે બહુમતીના 34ના આંકડા સુધી પહોંચવા માટે 5 ધારાસભ્ય ઓછા પડે છે.

આમ તો અપક્ષ ધારાસભ્ય રાજવીર સિંહ શૌકીન ભાજપની સાથે ઉભા છે. જો આપથી અલગ થયેલા બિન્ની પણ ભાજપની સાથે જતા રહે અને જો 25 નવેમ્બરનાર રોજ થનાર પેટાચૂંટણીમાં ભાજપ ત્રણ સીટો જીતી પણ લે છે તો પણ તેની પાસે 34 ધારાસભ્ય થશે. એટલે કે ત્યારે પણ બહુમતીનો જાદૂઇ આંકડાથી 2 અંક પાછળ રહી જશે.

English summary
The Supreme Court is on Thursday likely to decide on a petition filed by the Aam Aadmi Party (AAP), seeking dissolution of the Delhi Assembly and fresh polls in the national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X