For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરાચાર્યનો મંત્ર: મોદીને ફરી PM બનાવવા દસ બાળકો પેદા કરો

|
Google Oneindia Gujarati News

લખનઉ, 18 જાન્યુઆરી: હિન્દુઓને વધારે બાળકો પેદા કરવાના વિવાદિત નિવેદનોમાં હવે જોશીમઠ ઉત્તરાખંડના જગદગુરુ સ્વામી વાસુદેવાનંદસરસ્વતીએ પણ ઝંપલાવ્યું છે. અલ્હાબાદમાં માઘ મેળામાં સંત સમ્મેલનમાં તેમણે ભાજપ સાંસદ સાક્ષી મહારાજના હિન્દુઓને ચાર-ચાર બાળકો પેદા કરવાના નિવેદનને સમર્થન આપ્યું અને જણાવ્યું કે ચાર-ચાર નહીં પરંતુ હિન્દુઓ દસ-દસ બાળકોને જન્મ આપે. એટલું જ નહીં તેમણે ફિલ્મ 'પીકે'ની વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવેલી વ્યાખ્યા 'પાકિસ્તાની કુત્તા'ને પણ મંચ પરથી વાગોળી હતી.

સંગમની રેતી પર થઇ રહેલા સંત સમ્મેલનમાં જગદગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હિન્દુઓને જણાવ્યું કે સરકાર બે બાળકો પેદા કરવાનું કહે છે, પરંતુ હિન્દુ સમાજના લોકો એક જ બાળક પેદા કરે છે, એવામાં તેઓ શું કરશે. એક બાળક નાતો દેશ સેવા ના કરી શકે અને ના માતાપિતાની સેવા કરી શકે. એવામાં હિન્દુઓએ દસ-દસ બાળકો પેદા કરે. તેમાંથી એકને આઇપીએસ બનાવો, બીજાને પીસીએસ, ત્રીજાને વ્યાપારી, કેટલાંકને ખેતીમાં લગાવો અને જેને ના પાળી શકો તેને સંતોના ત્યાં મોકલી આપો. તેઓ બાળકોની પરવરિશ કરીને દેશ સેવામાં લગાવી દેશે.

sankaracharya
વાસુદેવાનંદે પોતાના વિવાદિત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લપેટામાં લેતા અહીં સુંધી જણાવી દીધું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે તો તેઓ માત્ર હિન્દુઓની મોટી વસ્તીના કારણે. જો હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો તો અન્ય ધર્મનો નેતા વડાપ્રધાન બની જશે. તેમણે જણાવ્યું કે સરકાર અથવા તો બે બાળક પેદા કરવાનો નિયમ તમામની પર લાગુ કરે અથવા તો હિન્દુ જ તેને માને એ ક્યાનો ન્યાય છે.

તેમણે દલિલ રજૂ કરતા જણાવ્યું કે જે ઝડપથી હિન્દુઓની વસ્તી ઓછી થઇ રહી છે અને અન્ય ધર્મના લોકોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, તેનાથી લાગે છે કે ભારત જેવા દેશમાં પણ હિન્દુ થોડા વર્ષો બાદ લઘુમતી થઇ જશે. શંકરાચાર્યએ ઘર વાપસી કાર્યક્રમ પર જણાવ્યું કે જે મરજીથી પોતાના જૂના ધર્મમાં પરત આવવા માંગતા હોય તેને ગંગાજળ પિવડાવીને લાવી શકાય છે.

English summary
Shankaracharya Vasudevanand Saraswati of Badrikashram has a new message for all Hindus. He asserts that Hindus must produce 10 kids to make Narendra Modi as Prime Minister again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X