For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VHP આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે નિર્ણય લેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ashok-singhal
અલ્હાબાદ, 6 ફેબ્રુઆરી: અયોધ્યામાં વિવાદિત શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે પ્રયાગના મહાકુંભ મેળામાં વિશ્વ હિન્દૂ પરિષદ બુધવારે કેન્દ્રિય માર્ગદર્શક મંડળની બેઠકનું આયોજન કરી રહી છે.

વિશ્વ હિન્દૂ પરિષદના સ્થાનિક મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે બેઠક મહાકુંભમાં રસિયા બાબાના સ્થળ સેક્ટર 10માં થશે. બેઠકમાં મહત્વપૂર્ણ રીતે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ તથા છાવણી પરિષદના મહંત નૃત્યગોપાલદાસ ઉપરાંત રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય મહંત ડો, રામવિલાસ દાસ વેદાંતી, જગતગુરૂ ધરાચાર્ય, જગતગુરૂ પુરૂષોત્તમાચાર્ય કૌશલકિશોર દાસ, કિશોર શરણ દાસ, શંકરાચાર્ય વાસુદેવાનંદ, ડો. રામેશ્વર દાસ, સ્વામી વિશ્વેસરતીર્થ, જગતગુરૂ રામ ભદ્રાચાર્ય સહિત દેશના વિભિન્ન સંત ધર્માચાર્ય ભાગ લેશે. સંમેલનમાં વિશ્વ હિન્દૂ પરિષદના સંરક્ષક અશોક સિંઘલ, વિહિપના કાર્યાધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા, મહામંત્રી ચમ્પત રાય, સંગઠન મહામંત્રી દિનેશ ચન્દ્ર તથા કેન્દ્રિય માર્ગદર્શક મંડળના સંયોજક પં.જેવેશ્વર મિશ્ર હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છેક રાજીવ ગાંધીના વડાપ્રધાનકાળમાં વર્ષ 1989માં અયોધ્યામાં શિલાન્યાસ અને દેશભરમાં શિલાપૂજન કરાવવાનો નિર્ણય મહાકુંભમાં જ લેવામાં આવ્યો હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવા કરવાની સૌદ્ધાંતિક સહમતિ પણ મહાકુંભમાં થઇ હતી. જો કે આ અંગેનો ઔપચારિક નિર્ણય પછી દિલ્હીમાં થયો હતો. વર્ષ 2001માં વિહિપે મંદિરના મોડલની પ્રદર્શની લગાવવાનો નિર્ણય મહાકુંભમાં લીધો હતો. વિહિપના આ આયોજનમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંચાલક મોહન ભાગવત પણ ભાગ લેશે.

સંતોનું માનવું કે આ મુદ્દો આસ્થાનો છે માટે કોર્ટમાં એક સીમાની આગળ જઇને કદાચ જ આદેશ કરી શકે. તે સંત સંમેલનમાં વિહિપના સંરક્ષક અશોક સિંઘલે કહ્યું હતું કે હવે હિન્દૂ સંસદની જરૂરિયાત જણાઇ રહી છે. હિન્દૂ સંસદ વગર ગૌહત્યા, આતંકવાદ, ધર્માંતર અને મઠ મંદિરોનું અધિગ્રહણ રોકાઇ શકે તેમ નથી. વિહિપના સૂત્રોના જણાવ્યા અનુસાર 7 ફેબ્રુઆરીના રોજ મહાકુંભ ક્ષેત્રમાં આયોજીત સંત સંમેલનમાં 20 હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

English summary
The top leaders of BJP’s ideological founder the RSS and its affiliate VHP will meet on Wednesday to revive the Hindutva agenda by shifting the focus back on the construction of a grand Ram temple in Ayodhya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X