For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહી ઘોડેસવાર દેવી પાસેથી લેવાય છે હોળિકા દહનની પરવાનગી

|
Google Oneindia Gujarati News

રાયપુર, 16 માર્ચઃ રંગ-ગુલાલોના તહેવાર હોલીથી એક દિવસ પહેલા હોળિકા દહનની પરંપરા વિવિધ રૂપોમાં મનાવવામાં આવે છે. છત્તીસગઢના જગદલપુર જિલ્લાના એક ગામમાં અનોખી પરંપરા આજે પણ કાયમ છે. અહી ઘોડેસવાર દેવીનું આહવાન કરી તેમની પૂજા કર્યા બાદ જ હોળિકા દહન કરવામાં આવે છે. પૂજારીની આગેવાનીમાં ઘોડા પર સવાર દેવીનું આહાવન કરી તેમની અનુમતિ લેવામાં આવે છે.

holi-festival
જગદલપુરથી અમુક કિ.મી અંતરે ચિત્રકોટમાં વસેલા ગ્રામ ટાહકાપાલમં એક ખુલ્લા ચબૂતરા પર શ્વેત ઘોડાની આકૃતિ બનેલી છે, જે બધાનું ધ્યાન ખેંચે છે. ચબુતરા પર બનેલી ઘોડાની આકૃતિવાળી માવલી માતાને અદૃશ્ય વિરાજિત માનવામાં આવે છે. તેથી ઘોડા પર માતાની આકૃતિ બનેલી નથી. ગ્રામીણ બધા સારા કાર્યો માટે સમય-સમય પર દેવીનું આહવાન કરે છે. આ કડીમાં હોળિકા દહન પહેલા ઘોડામાં સવાર દેવીનું ઢોલ નગારા સાથે આહવાન કરવામાં આવે છે.

ગ્રામ પૂજારી સહદેવની આગેવાનીમાં અનુમતિ લઇને આ વિધિને પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ હોળિકા દહનની શરૂઆત કરવામાં આવે છે. તાહકાપાલ ગામના સાધુરામ કહે છે કે આ ચબુતરાનઆ આજુબાજુ લાકડીઓને એકઠી કરવામાં આવે છે. પૂજારી પહેલા દેવીની આરાધના કરે છે, ત્યારબાદ હોળિકા દહન કરવામાં આવે છે. ગ્રામીણ રાતમાં નાટનું પ્રદર્શન પણ કરે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી ગ્રામીણ પણ પહોંચે છે.

English summary
holika dahan permission was taken from horse riders goddess.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X