For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૂડહૂડ વાવાઝોડું: આંધ્રપ્રદેશ ઓડિશામાં 8 લોકોના મોત, વિશાખાપટ્ટનમ સૌથી વધુ પ્રભાવિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય જિલ્લામાં ગઇકાલે ચક્રવાતી વાવાઝોડું હૂડહૂડ પહોંચતાની સાથે જ ભારે વરસાદ થયો અને લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના લીધે આઠ લોકોના મોત નિપજ્યાં છે. વિશાખાપટ્ટનમ વાવાઝોડાને લીધે વધુ પ્રભાવિત થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના આતંકના કહેરથી બચવા માટે લગભગ 4 લાખ લોકોને રાહત શિબિરોમાં લઇ જવામાં આવ્યા અને જળસ્તર ઓછું થતાં તેમને સુરક્ષિત સ્થળો પર લઇ જવામાં આવ્યા. તેમાંથી 250,000 લોકો આંધ્રપ્રદેશના ચાર જિલ્લાના 156, લોકો ઓડિશાના નવ જિલ્લાના છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત હૂડહૂડની તીવ્રતા સાંજ સુધી ઓછી થવા લાગી અને પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકથી 110 કિમી પ્રતિ કલાક છે. હૂડહૂડ અત્યંત ભીષણ વાવાઝોડામાંથી ભીષણ વાવાઝોડામાં ફેરવાઇ ગયું.

hud-hud

ભીષણ ગતિથી ફૂંકાતો પવન વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને પૂર્વી ગોદાવરી જિલ્લા પર સૌથી વધુ વર્તાઇ. વિશાખાપટ્ટનમમાં બપોરે હૂડહૂડ તટીય વિસ્તારોને ટકરાયા બાદ જ આ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન પર અસર પડી છે કારણ કે વિજળી અને ટેલિફોનની લાઇન ઠપ થઇ ગઇ અને રસ્તાઓ અને રેલ માર્ગ બંધ થઇ ગયા.

<strong>PICS: આંધ્ર પ્રદેશ, ઓડિશામાં હુડહુડે મચાવી તબાહી</strong>PICS: આંધ્ર પ્રદેશ, ઓડિશામાં હુડહુડે મચાવી તબાહી

ગઇ કાલે જ બંદરગાહ શહેર વિશાખાપટ્ટનમમાં વિજ પુરવઠો નથી અને ઘણા સ્થળો પર કોમ્યુનિકેશન સિસ્ટમ ધ્વસ્ત થઇ ગઇ છે. એક આધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે પ્રાથમિક આંકલન અનુસાર ચક્રવાતના કહેરમાં મૃતકોની સંખ્યા આઠ છે.

તેમાંથી પાંચ આંધ્રપ્રદેશમાં (ત્રણ વિશાખાપટ્ટનમ અને એક એક શ્રીકાકુલમ અને વિજિયાનગરમ જિલ્લામાં) અને ત્રણ ઓડિશામાં મૃત્યું પામ્યા છે. નિવેદન અનુસાર પ્રભાવિત વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ અને વિજળી વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવેએ પોતાની 58 ટ્રેનો રદ કરી દિધી અને સ્થિતીને જોતાં વિજાગ માર્ગ પર લગભગ 50 ટ્રેનોનો માર્ગ પરિવર્તિત કરવામાં આવ્યો. હૂડહૂડથી લગભગ 2,48,004 લોકો પ્રભાવિત થયા છે અને 70 મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ આઇ વી આર કૃષ્ણા રાવે જણાવ્યું કે હૂડહૂડના પ્રભાવના લીધે ત્રણ લોકો મૃત્યું પામ્યા હોવાના સમાચાર છે. વિશાખાપટ્ટનમમાં ઝાડ પડી જવાથી બે લોકોના મોત નિપજ્યાં છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ સાથે વાત કરી અને રાહત અને બચાવ સંબંધી ઉપાયો પર ચર્ચા કરી. નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડૂ દરેક પ્રકારની સંભાવના આપવાનો વાયદો કરો. ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું 'સ્થિતી ગંભીર છે'. તેમણે કેદ્ર પાસે ચક્રવાતને 'રાષ્ટ્રીય આપત્તિ' જાહેર કરવાની માંગ કરી. એક આધિકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આપદા મોચન બળની 24 ટીમો અને છ હેલિકોપ્ટર બચાવ અને રાહત અભિયાન માટે ગોઠવવામાં આવ્યા છે. સેનાની ચાર કૉલમ ગોઠવવામાં આવી છે.

English summary
Cyclone Hudhud pounded the coastal districts of Andhra Pradesh and Odisha with heavy rain and winds of almost 200 kmph on Sunday leaving eight people dead and a trail of devastation with Visakhapatnam where the very severe storm made landfall bearing the brunt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X