For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ વિરુદ્ધ નિવેદનઃ બેનીએ વ્યક્ત કર્યો ખેદ

By Super
|
Google Oneindia Gujarati News

Beni-Prasad-Verma
નવી દિલ્હી, 20 માર્ચઃ વિવાદિત નિવેદનને લઇને રાજીનામાની માંગ પર વધેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ખેદ વ્યક્ત કર્યો છે. બેની પ્રસાદ વર્માએ કહ્યું કે જો મારી વાતોથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું.

બેની પ્રસાદ વર્માએ આ વાત પ્રધાનમંત્રી સાથેની મુલાકાત કર્યા બાદ કહ્યું, જો કે, સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર સમાજવાદી પાર્ટી બેની પ્રસાદ વર્માએ વ્યક્ત કરેલા ખેદથી ખૂશ નથી. બેની પ્રસાદ વર્માએ પીએમ સાતે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, મારા નિવેદનથી કોઇને દુઃખ પહોંચ્યું છે તો મને એ વાતનો ખેદ છે, મારો હેતુ કોઇની લાગણી દુભાવવાનો નહોતો.

આ પહેલા, બુધવારે સંસદની કાર્યવાહી શરૂ થતા જ એસપી સાંસદોએ બેની પ્રસાદ વર્માના વિવાદાસ્પદ નિવેદનને લઇને ફરીથી હંગામો શરૂ કરવામાં આવ્યો. એસપી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પણ કોંગ્રેસને સીધે-સીધુ પૂછી લીધું કે સરકાર એ જણાવે કે સમર્થન માટે સરકારે તેમને કેટલા રૂપિયા આપ્યા છે.

બેની પ્રસાદ વર્માની રાજીનામાની માંગના મુદ્દે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, આ બેની પ્રસાદનું વ્યક્તિગત નિવેદન છે. બીજી તરફ લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજે બેની પ્રસાદ વર્માના નિવેદનની નિંદા કરી હતી.

નોંધનીય છે કે, આખો વિવાદ બેની પ્રસાદ વર્માના એ નિવેદનથી શરૂ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મુલાયમ સિંહ યાદવ ગુંડા છે અને તેમના સંબંધો આતંકવાદીઓ સાથે છે. બાદમાં તેમણે કહ્યું કે, સંસદમાં પોતાનું નિવેદન ફરી કહ્યું, જેના કારણે ઘણો હંગામો મચ્યો હતો. મંગળવારે એસપી નેતા રામગોપાલ યાદવે નિવેદન કર્યું કે, બેની પ્રસાદ મંત્રી બની રહે તો અમને જ ફાયદો છે. તેનાથી એક ડગલું વધારે તેમણે કહ્યું કે, જે લોકોનું હૃદય મોટુ હોય છે, તે માફ કરી દે છે.

English summary
Amid pressure from the Samajwadi Party and within the Congress, Union Steel Minister Beni Prasad Verma on Wednesday expressed regret over his controversial remarks made against Mulayam Singh Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X