For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AFSPAની સામે લડતી રહીશ: ઇરોમ શર્મિલા

|
Google Oneindia Gujarati News

irom sharmila
નવી દિલ્હી, 5 માર્ચ: સશસ્ત્રદળ વિશેષ શક્તિ અધિનિયમ હટાવવાની પોતાની માંગ પર કેન્દ્ર સરકારની ધીમી પ્રતિક્રિયાથી સામે નારાજગી વ્યક્ત કરતા સામાજિક કાર્યકર્તા ઇરોમ શર્મિલાએ જણાવ્યું છે કે આ વિશેષ કાનૂનની સામે પોતાની લડાઇ જારી રાખશે.

ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં શર્મિલાએ જણાવ્યું કે 'હું આ બધું બધા માટે, ખાસકરીને એએફએસપીએ પ્રભાવિત રાજ્યોના લોકો માટે કરી રહી છું. આપણે એક લોકતાંત્રિક દેશના નાગરિક છીએ. એટલે મારી માંગ લોકતાંત્રિક નાગરિકોના અધિકારો માટે છે. અમને ન્યાયની જરૂર છે. અમે શાંતિ ઇચ્છિએ છીએ હિંસા નહીં. હું મારી લડાઇ ચાલુ રાખીશ.'

આ સામાજિક કાર્યકર્તાએ રાજનૈતિક નેતાઓને પણ તેની વાત સાંભળવા માટે અપીલ કરી. ઇરોમે જણાવ્યું કે 'આપણા લોકતાંત્રિક નેતાઓએ મારા અહિંસક પ્રદર્શનને ધ્યાનમાં લેવું જોઇએ.'

વિશેષ કાનૂન હટાવવાની તેમની દાયકા જુની માંગ પર સરકારની ધીમી પ્રતિક્રિયા અંગે ઇરોમે જણાવ્યું કે 'ક્રાંતિ આવવામાં સમય લાગે છે. હું પણ એક માણસ છું. જે શાંતિ અને ન્યાય ઇચ્છે છે. '

ઇરોમે જણાવ્યું કે 'ભારત એક લોકતાંત્રિક દેશ છે અને બધું જ કેટલાક લોકોના વલણો પર નિર્ભર કરે છે. એકબીજાથી કોઇ પણ નાનું કે મોટું નથી. હું જાણું છું કે હું શું કરી રહી છું અને હું એ પણ જાણું છું કે શું સાચું અને ખોટું છે હું મારી લડાઇ ચાલુ રાખીશ.'

English summary
I will continue to fight against AFSPA: Irom Sharmila.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X